ગૌ-માતાના નિભાવ માટે રોજનો 1.25 લાખનો ખર્ચ: દાન માટે રાજકોટ, મોરબી, જામનગર, સુરત, જામખંભાળીયા, વાંકાનેરમાં વ્યવસ્થા
મુખ્યમંત્રી ધ્વારા સન્માનીત થયેલ અંધ-અપંગ અશકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ ગૌમાતાઓની સંચાલકો ધ્વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલી-સુકુ ઘાસ ગોળ-ખોળ ઉપરાંત દરેક ગાયનું શારિરીક સ્વાસ્થય જળવાય રહે તે માટે નિષ્ણાંત પશુ ચિકિત્સક ધ્વારા નિયમીત સારવાર આપવામાં આવે છે. દરરોજના 1,25,000/- થી વધુના ખર્ચને પહોંચી વળવા માટે મકરસંક્રાતિના પાવન દિવસે ગૌમાતાઓ માટે દાનની સરવાણી વહાવવા-અંધ અપંગ ગૌઆશ્રમના ટ્રસ્ટીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી ગૌસેવા સમિતિ, જામનગર ગૌસેવા સમિતિ, ધ્વારા અપીલ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે નીચે મુજબના સ્થળો ઉપર ગૌ ભકતો ગૌમાતા માટે દાન સ્વીકારશે. રાજકોટમાં મંકર સંક્રાતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મધ્યે અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયા વાડી (ઘનશ્યામભાઈ), કોટેચા ચોક પ્રદિપભાઈ, ગાયત્રી એન્જી.કોર્પો., રાધે હોટલ 150 ફુટ રીંગરોડ, ઈન્દિરા સર્કલ સંતોષડેરી પાસે, પાણીનો ઘોડો પેડકરોડ, ભકિતનગર સર્કલ, ઈન્દિરા સર્કલ પટેલ ડેરી પાસે, સાંગણવા ચોક, કોટેચા ચોક(મહિલા ગૃપ), બાલાજી હોલ 150 ફુટ રીંગરોડ, જાગનાથ મંદિર, પુષ્કરધામ મંદિર, મવડી મેઈનરોડ, અમીનમાર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધુવાસવાણી રોડ ગંગોત્રી ડેરી, સોરઠીયાવાડી, રાણીટાવર, ત્રિકોણબાગ, નંદાહોલ, ઝુલેલાલ મંદિર, લીલા ખંડપીઠ, જંકશન પ્લોટ, મોરબીમાં ખોડિયાર રેસ્ટોરન્ટ જુના બસસ્ટેન્ડ પાસે, સદગુરૂ મીલ્ક પોઈટ શનાળા રોડ, દીના પ્રોવિઝન વર્ધમાન રેડીડન્ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ રવાપર રોડ, ગાંધીચોક પેટ્રોલ પંપની બાજુમાં, મયુરપાન પંચવટી સોસાસટી નવયુગ સ્કુલ પાસે, ડાયમંડ માકેટ રવાપરરોડ, નવા બસસ્ટેન્ડ પાસે સરદાર સ્ટેચ્યુ, સુરેન્દ્રનગરમાં અમર સેલ્સ કંપની જુના ગેઈટ સ્ટેશન પાસે, રાજ મંદિર પાસે- મલહાર ચોક, માતૃશ્રી કોમ્પ્લેક્ષ રતનપર (જોરાવરનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્મા ઘર ન્યુ અંડર બ્રીજ પાસે, 80 ફુટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ કુતુનાથ દેરાસર ચોક પાસે, તેમજ વાંકાનેરમાં શ્રી અંધ અપંગ આશ્રમની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્ધાલય (ભાઈલાલભાઈ પેંડાવાળા) તેમજ જીતુભાઈ સોમાણી ગૃપ મારકીટ ચોક, ગૌશાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ જામખંભાળીયા મુકેશભાઈ પંચમતિયા તેમજ ગોસેવા સમિતી સાગર એન્ટરપ્રાઈઝ પોષ્ટ ઓફીસ રોડ, વાંકાનેરની અંધ અપંગ ગૌ માતાઓ માટે ઉપરોકત સ્થળે દાન સ્વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
