જુનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ન્યુડ વિડીયો મોબાઇલ ફોનમા ઉતરાવડાવી, તે અભદ્ર ન્યુડ વિડીયો મંગાવી, ફરીયાદીના લગ્ન જીવનમા ખલેલ પહોચાડવા માટે વોટસએપ મારફતે સોશીયલ મીડીયામા વાયરલ કરનાર આરોપીને ગણતરીના કલાકોમા વિસાવદર પોલીસે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદર પોલિસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલ હતો, જેમા આરોપીએ પીડિત મહિલા ફરીયાદીને ગુનાહિત ધમકી આપી, તેનો ન્યુડ વિડીયો મોબાઇલ ફોનમા ઉતરાવડાવી, તે અભદ્ર ન્યુડ વિડીયો વોટસએપ મારફતે ફરીયાદીને ધમકી આપી, વીડીયો મંગાવી બાદમાં ફરીયાદીના લગ્ન જીવનમા ખલેલ પહોચાડવા માટે તથા બદનામ કરવાના ઇરાદે વોટસએપ તથા અન્ય માધ્યમ મારફતે વાઇરલ કરી, ગુન્હો કરેલ હોવાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હતી.
જે અંગે જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના તથા વિસાવદર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક રોહીતકુમારના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.ઇન્સ. એચ.વી. પટેલ એ આ ગુન્હાના આરોપીને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત ગુનાના આરોપી ગોપાલ હરસુખભાઇ સાંગાણી (રહે. ભુતડી તા. વિસાવદર) ને ગણતરીના કલાકોમા પકડી પાડી, આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
સારી કામગીરીમાં વિસાવદર પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સપેકટર એચ.વી.પટેલની સાથે પો.હેડ.કોન્સ રવીરાજસિંહ વાઘેલા, કીરણભાઇ કરમટા, પો.કોન્સ રાજુભાઇ પરમાર, રાકેશભાઇ ડોબરીયા, પ્રદીપભાઇ વાળા, જિજ્ઞેશભાઇ ભેડા જોડાયા હતા.
