પોલીસની કામગીરી હવે પંચાયત ચોપડે નોંધાઈ પોલીસ દારૂનું વેચાણ બંધ નહીં કરાવે તો હવે ગ્રામજનો જનતા રેડ કરશે
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં તાજેતરમાં જાહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગર ને વેપારી એ દુકાન નજીક દારૂ ના વહેંચવા જણાવતા બુટલેગર અને તેના મળતિયા દ્વારા વેપારી પર હુમલો કરવાની ઘટના બને અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડેલ અને પોલીસ ની કામગીરી સામે એક નહીં અનેક સવાલો ઉભા થવા પામેલ પરંતુ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક બૂટલેગરોને છાવરતી હોવાનો તાલ જોવા મળી રહ્યો હોવાનું ગ્રામજનોમાંથી જાણવા મળેલ છે ત્યારે આજે ધોકડવા ગામ માં ગ્રામ સભા રાખવામાં આવેલ હોય અને ગ્રામ સભામાં પણ ગામમાં દારૂનું વેચાણ થતું હોવાનો મુદ્દો ગાજ્યો હતો તેમ ધોકડવા ગામ ના રહીશ અશ્વિનભાઇ બાબુભાઈ માળવી એ ગ્રામસભા માં લેખિત અને મૌખિક રજૂઆત કરી કે ગીર ગઢડા તાલુકાનું સૌથી મોટું ગામ ધોકડવા હોય અને આજુ બાજુના ગામોના લોકો ખરીદી કરવા ધોકડવા આવતા હોય છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી ગામમાં 10 થી વધુ ઈસમો દ્વારા દારૂનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે અને આ બૂટલેગરો દ્વારા હોમ ડિલિવરી થી દારૂ નો ધંધો કરે છે અને ગામ માં અશાંતિ ઉભી કરી લોકો પર રોફ જમાવે છે અને અનેક વખત લોકો પર હુમલા પણ કર્યા છે પરંતુ ડરના માર્યા લોકો પોલીસ સ્ટેશન પર જતા નથી અને જે લોકો પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા જાય છે તેની ફરિયાદ પોલીસ લેતી નથી અને અરજી લઈને ફરિયાદીને મોકલી આપે છે. ત્યારે આજની ગ્રામસભામાં આ બાબતે ગ્રામજનોની સહી સાથેની લેખિત રજૂઆત ગામ વતી અશ્વિનભાઈ દ્વારા કરવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા આ અંગે નો ઠરાવ નંબર 03/01 થીં ઠરાવ પણ કરવામાં આવેલ છે અને ગ્રામજનો એ આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે આગામી દિવસ 8 માં ધોકડવા ગામમાં જે બૂટલેગરો દ્વારા દારૂ નું વેચાણ બંધ કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ દારૂનો ધંધો સામે ગ્રામજનોને કાયમી છુટકારો નહીં મળે તો ના છૂટકે ગ્રામજનો દ્વારા દારૂનું જ્યાં વેચાણ થતું હશે ત્યાં ગ્રામજનો દ્વારા જનતા રેડ કરી ને આ દારૂ ના દૂષણ ને ડામવાની ફરજ પડશે અને જનતા રેડ દરિમયાન કાયદો અને વ્યવસ્થા બગડશે અથવા કોઈ અનિચ્છનિય ઘટના બનશે તો તેના માટે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની અને પોલીસ ની રહેશે આમ દારૂના દૂષણને ડામવા પોલીસ વામણી પુરવાર થઈ તેની સામે હવે ગ્રામજનો દારૂ ના દૂષણને ડામવા આગળ આવ્યા ત્યારે આ બાબત પોલીસ માટે પણ શરમજનક ગણવામાં આવે છે ત્યારે હવે પોલીસ દારૂના દૂષણને ડામવા પોલીસ બૂટલેગરો સામે કાયદા નો દંડો ઉગામશે કે પછી થોડો સમય દારૂનો ધંધો બંધ પછી ફરી રાબેતા મુજબ તેવા અનેક સવાલ ગ્રામજનોમાંથી ઊઠવા પામેલ છે
