તરણેતર ગામ ખાતે ગૌશાળાના લાભાર્થે આયોજિત કરવામાં આવેલા એક ટિકિટ ડ્રો કાર્યક્રમમાં ભારે હોબાળો મચ્યો હતો. આયોજકો દ્વારા લોકોને આકર્ષક ઈનામોની લાલચ આપી ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું.
નિર્ધારિત સમય વીતી જવા છતાં ડ્રોની પ્રક્રિયા શરૂ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગૌશાળાના પવિત્ર નામે થઈ રહેલી આ ઢીલને કારણે ઉશ્કેરાયેલા ટોળાએ આયોજકોને મેથીપાક ચખાડ્યો હતો.આ ઘટનામાં પોલીસે જાતે જ ફરિયાદી બનીને સાત સંચાલકો સામે ફરિયાદ નોંધી છે.
થાન પોલીસે તરણેતરમાં ઈનામી ડ્રોની ઘટનામાં જાતે જ ફરિયાદી બનીને સાત સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ડ્રોના સંચાલકોની ઓફિસમાંથી કોમ્પ્યુટર સહિત ટિકિટો જપ્ત કરી લીધી છે.
પોલીસે સાત સંચાલકો સામે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રોમાં 3.25 કરોડની ઠગાઈ થઈ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. ઈનામી કૂપન ખરીદનારા લોકોએ નાયબ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. હવે પોલીસે જાતે જ ફરિયાદી બનીને કાર્યવાહી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.
