આઠેય મહિલાઓની સફળ અને સુરક્ષિત ડિલિવરી થતાં પરિવારજનોમાં ખુશી
તાલાલા પંથકના 45 ગામના દર્દીઓ માટે આશિર્વાદરૂપ તાલાલા સરકારી હોસ્પિટલમાં એકજ દિવસમાં આઠ સફળ ડિલિવરી થતાં પરિવારજનોમાં ખુશી પ્રસરી ગઈ છે. હોસ્પિટલ નાં તબીબ ડો.આશિષ માકડીયા એ જણાવ્યું હતું કે તાલાલા સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં પ્રસૃતિના આઠ કેસ આવ્યા હતા.હોસ્પિટલ નાં તબીબ તથા સ્ટાફ પરિવારની જબરી જહેમત સાથે 6 પ્રસૃતિ નોર્મલ થઈ હતી જ્યારે બે મહિલાઓનું સિઝેરીયન કરી સફળ અને સુરક્ષિત ડીલેવરી કરાવવામાં આવી હતી.આઠ પ્રસૃતિ દરમ્યાન મહિલાઓએ છ પુત્ર તથા 2 પુત્રીઓને જન્મ આપ્યો હતો.જન્મેલા નવજાત શિશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું તબીબે જણાવ્યું હતું.ઉત્તમ આરોગ્ય સેવા બદલ મહિલાઓનાં પરિવારજનોએ ડો.આશિષ માકડીયા તથા સ્ટાફ પરિવારની સરાહના કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
હોસ્પિટલ નાં અધિક્ષક ડો.વિશ્વાસગીરી ગૌસ્વામી એ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં માતા અને બાળ આરોગ્ય સેવાઓ માટેની ઉત્કૃષ્ટ કામગીરી માટે સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ ગણાતી તાલાલા સરકારી હોસ્પિટલ માં વર્ષ દરમ્યાન અંદાજીત 600 થી વધુ સફળ ડિલેવરી કરાવવામાં આવતી હોય તાલાલા હોસ્પિટલ સમગ્ર જીલ્લામાં પ્રથમ હરોળની ગણાય છે.આગામી ચાર થી છ માસ દરમ્યાન સંપૂર્ણ સવલત સાથે હોસ્પિટલ નવનિર્મિત બિલ્ડીંગ માં શરૂ થતાં લોકોની આરોગ્ય સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.અધિક્ષકે આઠ સફળ પ્રસૃતિ બદલ તબીબ,પ્રસુતિ વિભાગ ની ટીમ,નર્સિંગ સ્ટાફ તથા તમામ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
