મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ જંગલ સફારીનો નજારો માણવાની સાથે સિંહ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી એ આજે સવારે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી ખુબ આનંદિત થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરની મુલાકાત વેળાએ ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે.મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણની કામગીરીની માહિતી આપી હતી, અને જણાવ્યું હતું કે, ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત છે.
રિલેટેડ ન્યૂઝ
-
તાલાલા સરકારી હોસ્પિટલમાં એકજ દિવસમાં આઠ સફળ પ્રસૃતિ: છ પુત્ર, 2 પુત્રીનો જન્મ થયો
આઠેય મહિલાઓની સફળ અને સુરક્ષિત ડિલિવરી થતાં પરિવારજનોમાં ખુશી તાલાલા પંથકના 45 ગામના દર્દીઓ માટે આશિર્વાદરૂપ... -
મેટોડામાં અકસ્માત પત્નીની નજર સમક્ષ પતિનું કમકમાટી ભર્યુ મોત
ટ્રકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં યુ.પી.ના શ્રમીકનું મૃત્યુ મેટોડામાં ટ્રકે બાઈકને હડફેટે લીધું હતું. જેમાં... -
વન વિસ્તારના વન કર્મીઓ ખાસ સુવિધાથી સજ્જ: 183 વાહનો આપવામાં આવ્યા
સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના જંગલ તથા...
