સોમનાથના ધારાસભ્ય દ્વારા SIR કામગીરી અંગે માહિતી માંગતા ચકચાર

સંપુર્ણ માહિતી ખાસ કિસ્સામાં આપવા રજુઆત

સોમનાથ ધારાસભ્ય દ્વારા એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 6, 7 અને 8 કેટલી સંખ્યામાં રજૂ કરવામાં આવેલ અને 6 નંબરના ફોર્મ જે રજૂ થયેલ છે તેમાં નવા મતદારોના ફોર્મ ની સંખ્યા કેટલી રજુ થયેલ છે અને જે નામ નોમેપિંગ અથવા ડિલીટ થયેલા મતદારો માંથી ફરી વાર નામ ઉમેરો કરવા માટે રજૂ થયેલ છે તેની સંપૂર્ણ વિગત આપવા રજૂઆત કરેલ છે.
સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એસઆઇઆર ની કામગીરી દરમિયાન તા.15/12/2025 ના રોજ ચુંટણી પંચના આકડા મુજબ સોમનાથ વિધાનસભાની અંદર 22,730 કુલ મતદારો ના નામ ડિલીટ કરવામાં આવેલ અને 2,48,987 મતદારોને માન્યતા મળેલ ત્યારબાદ ની પ્રક્રિયા માં નોમેપિંગ મતદારોને નોટિસ મોકલેલ છે તો તેવા કેટલા મતદારોને નોટિસ મોકલેલ છે અને ત્યારબાદ જે માન્યતા મળેલ મતદારોની સંખ્યા છે એમાં જાણવા મુજબ ચૂંટણી પંચ દ્વારા ફરીથી માન્યતા મળેલ મતદારોને નોટિસ મોકલવામાં આવેલ છે તો તે કેટલા મતદારો ને નોટિસ મોકલવામાં આવેલ છે અને આવા નોમેપિંગ થયેલા મતદારોના નામ સાથેની બૂથ વાઈસ યાદી આપવા અને આ પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 6, 7, 8 કેટલી સંખ્યામાં રજૂ કરવામાં આવેલ છે અને 6 નંબરના ફોર્મ જે રજૂ થયેલ છે તેમાં નવા મતદારો ના ફોર્મની સંખ્યા કેટલી રજુ થયેલ છે અને જે નામો નોમેપિંગ અથવા ડિલીટ થયેલા મતદારો માંથી ફરી વાર નામ ઉમેરો કરવા માટે રજૂ થયેલ છે તેની સંપૂર્ણ વિગત નામ તથા પુરાવા સાથે આપવા તેમજ ફોર્મ નંબર 7 કુલ કેટલી સંખ્યા માં રજૂ થયેલ છે અને આ 7 નંબર ના ફોર્મ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કઈ કઈ તારીખે કેટલી સંખ્યામાં ફોર્મ રજૂ થયેલ છે તેની રોજે રોજની તારીખ અને સંખ્યા સાથે અને ક્યાં સ્થળે ફોર્મ રજૂ થયેલ છે તેની સંપૂર્ણ માહિતી આધાર પુરાવા સાથે આપવા. તેમજ ફોર્મ નંબર 8 કેટલી સંખ્યા માં રજૂ થયેલ છે તેની માહિતી પણ આધાર પુરાવા સાથે આપવા અને આ સમગ્ર પ્રક્રિયામાં જે મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ મોકલવામાં આવેલ છે તે મતદારોના સુનાવણી દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રાખવા માંગો છો કે કેમ ? અને જે 7 નંબરના ફોર્મ ભરાયેલ છે એમની સુનવણી દરમિયાન વાંધો ઉઠાવનાર જેમ કે 7 નંબર નું ફોર્મ ભરનાર વ્યક્તિ ને હાજર રાખવા માંગો છો કે કેમ ? આ સંપૂર્ણ બાબતની માહિતી તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે ખાસ કિસ્સામાં રજૂઆત કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ