પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ દ્વારા યાત્રિયોની સુવિધા તથા તેમની માંગને ધ્યાને રાખી જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન ગઇકાલ સોમવાર તા. 23 શરૂ કરવામાં આવી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીની યાદી મુજબ જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા સાથે ગઇકાલ સોમવાર તા. 23 ફેબ્રુઆરીથી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ આવરી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન માર્ગમાં તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ત્યારે મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
દ્વારકાધીશને ચાંદીની પિચકારીમાં કેસર જળનો છંટકાવ
આજરોજ મંગળવારથી હોળાષ્ટકનો પ્રારંભ થયો હોય, દ્વારકાધીશ જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે... -
સૌ પ્રથમ વખત યોજાશે વેસ્ટ ઝોન વેેટર્ન ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટરો ફરી મેદાનમાં ઉતરી કૌશલ્ય બતાવશે
સૌરાષ્ટ્ર ઉપરાંત બરોડા, ગુજરાત, મુંબઇ, મહારાષ્ટ્રની ટીમો ભાગ લેશે કહેવાય છે કે, ખેલાડીઓ માટે ઉંમર એક... -
રાજયમાં સ્થાનિક ચૂંટણી પહેલા મોટા ફેરફારો રાજયના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે સુગલેની નિમણુંક: શુકલાને બદલાવાયા સરકાર સાથે ચર્ચા બાદ ચુંટણી પંચનો નિર્ણય
ગુજરાતમાં આગામી મહિનાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે તે પહેલા ચૂંટણી પંચે રાજ્યના...
