કર્મચારીઓના વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરાઈ
વેરાવળ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ની પીએનએમ મીટીંગ ડીઆરએમ સાથે યોજાયેલ જેમાં કર્મચારીઓના વિવિધ મુદ્દાઓની ચર્ચા ઓ કરવામાં આવેલ હતી.
આ અંગે વેરાવળ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના ચેરમેન અને ભાવનગર ડીવીઝનલ ના વાઇસ ચેરમેન તસ્લીમ ભાઈ કાજી એ જણાવેલ કે, વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘની ડીઆરએમ દિનેશ વર્મા સાથે વર્ષ 2026 ની પ્રથમ પીએનએમ મીટીંગ યોજાયેલ જેમાં રેલવે સ્ટાફ ને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. દિનેશ વર્મા એ સ્ટાફ નાં હિત અને રેલવેની સુરક્ષાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા નાં આદેશ આપેલ હતા. સંઘ દ્વારા મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ જેમાં સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ નોકરી પર આવતાં જતાં કર્મચારી નું અકસ્માત થાય તો નિયમ અનુસાર રજા અને વળતર આપવું. એન્જીનિયરીંગ તેમજ અન્ય વિભાગો માં ફરજ બજાવતાં સુપરવાઈઝરની અવાર નવાર કરવામાં આવતી બિન જરૂરી બદલી અટકાવવા નિયમ મુજબ બદલી કરવી. સીનિયર લોકો પાયલોટ માંથી લોકો પાયલોટ શંટર નાં પ્રમોશન ઝડપથી કરવાં ટ્રાફિક શંટર ની ખાલી પડેલ જગ્યાઓ તુરંત પ્રમોશનથી ભરવી સ્ટેશન માસ્તર પોસ્ટ માટે છેલ્લે વર્ષ 2019 માં યોજાયેલ એલડીસીઈ ની પરીક્ષા તાત્કાલિક યોજવી અને પોંઈટસ મેનનાં કેરીયરને સુનિશ્રિત કરવું મ્યુશ્યુઅલ ટ્રાન્સફર કેસોનો તુરંત નિકાલ કરવો અને ટ્રેકમેઈન્ટર ની અન્ય વિભાગમાં સમાવેશ પ્રક્રિયા તુરંત પૂર્ણ કરવી. રેલવે હોસ્પિટલને આધુનિકીકરણ મુજબ વિકસાવવા માટે જરુરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ચર્ચા કરવામાં આવેલ હતી. આ તકે ડીઆરએમ દિનેશ વર્મા એ ભાવનગર ડીવીઝન ને વધુમાં વધુ ટ્રેન મળે તેમજ સ્ટેશન સુવિધાઓથી સજ્જ થાય તેવા પ્રયાસ કરવાની ખાતરી આપેલ હોવાનું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વેરાવળ ના ચેરમેન અને ભાવનગર ડીવીઝનલ ના વાઇસ ચેરમેન તસ્લીમ ભાઈ કાજી દ્વારા જણાવેલ છે.
