મેંદરડામાં પીજીવીસીએલ પેટા વિભાગ દ્વારા વીજ બિલના બાકીદારો સામે લાલ આંખ

બાકીદારો સામે કડક કાર્યવાહી, 323 વીજ જોડાણો કાપવામાં આવ્યા

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (ઙૠટઈક) ના મેંદરડા પેટા વિભાગીય કચેરી દ્વારા આજે વીજ બિલની બાકી વસૂલાત માટે આક્રમક ’મેગા ડિસકનેક્શન ડ્રાઇવ’ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ ન કરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતા તંત્ર દ્વારા મોટી સંખ્યામાં વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.
આજની કાર્યવાહી દરમિયાન થયેલી વસૂલાત અને ડિસકનેક્શન ના આંકડાઆ મુજબ થયેલાં છે કુલ 323 બાકીદારોના વીજ જોડાણો નિયમ મુજબ કાપવામાં આવ્યા છે.ડિસ્કનેક્ટ થયેલા ગ્રાહકોની કુલ બાકી રકમ રૂ. 9.41 લાખ જેટલી હતી.અભિયાન દરમ્યાન જ 264 બાકીદારોએ તાત્કાલિક ચુકવણી કરી હતી.તાત્કાલિક ચુકવણી દ્વારા કુલ રૂ. 6.12 લાખની રકમ જમા કરાવવામાં આવેલ છે
આ કાર્યવાહી પૂર્વે પી.જી.વી. સી.એલ તંત્ર દ્વારા ગ્રાહકોને પૂરતી તક આપવામાં આવી હતી. સ્થાનિક અખબારો, જાહેર સૂચનાઓ અને માઇકિંગ દ્વારા બાકીદારોને સમયસર નાણાં ભરી દેવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં જે ગ્રાહકોએ રકમ જમા ન કરાવી, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી કનેક્શન કાપવામાં આવ્યા હતા.
મેંદરડા પેટા વિભાગીય કચેરીના અધિકારી નાયબ ઈજનેર શ્રી સી.બી.ચરાડવા એ જણાવ્યું હતું કે, “આ ઝુંબેશ માત્ર આજ પૂરતી મર્યાદિત નથી. આગામી દિવસોમાં પણ બાકીદારો વિરુદ્ધ આવી જ નિયમિત અને વારંવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”વધુમાં, તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ગ્રાહકોના જોડાણ કાપવામાં આવ્યા છે, તેમને બાકી રકમની સંપૂર્ણ ચુકવણી અને નિયમ મુજબના ચાર્જ ભર્યા બાદ જ પુન: જોડાણ (છય- ભજ્ઞક્ષક્ષયભશિંજ્ઞક્ષ ) આપવામાં આવશે તમામ વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે અનાવશ્યક કાર્યવાહીથી બચવા માટે પોતાના વીજ બિલોની ત્વરિત ચુકવણી કરી સહયોગ આપે.

રિલેટેડ ન્યૂઝ