બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અભિયાન અંતર્ગત ભીમજીભાઇ જીવરાજભાઈ સુતરીયા, મીઠીબેન ભીમજીભાઇ સુતરીયા ,ઇશ્વરભાઇ ભીમજીભાઇ સુતરીયા તેમજ પ્રવીણભાઈ ભીમજીભાઇ સુતરીયા પરિવાર દ્વારા જાળીલા ગામે બરવાળા રોડથી હાઇસ્કુલ રોડને જોડતો નવનિર્મિત પુલ તેમજ મહંત દ્વાર અને જ્ઞાનવિદ્યા મંદિર હાઈસ્કૂલના ધોરણ:11-12 ના વર્ગખંડો નો લોકાર્પણ સમારોહ આગામી તારીખ:20-3-2026 ને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે યોજાશે.10 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત પુલ અને 8:50 લાખના ખર્ચે તૈયાર થયેલ મહંત દ્વાર(પ્રવેશદ્વાર),વર્ગખંડો નું ઉદ્ઘાટન સારંગપુર ઇઅઙજ મંદીરના કોઠારી સાધુ જ્ઞાનેશ્વર દાસ સ્વામી તેમજ સંતગણ ના હસ્તે કરવામાં આવશે. ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, અમદાવાદ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા વિકાસ અધિકારી અક્ષયકુમાર બુડાણીયા, બરવાળા પ્રાંત અધિકારી સંજયકુમાર ચૌધરી, રાણપુર મામલતદાર કે.બી.ગોહિલ, રાણપુર તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભુવાત્રા, રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ જનકબેન માણસુરીયા,નાયબ મામલતદાર દોલુભાઈ ખાચર સહિતના અધિકારીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
રિલેટેડ ન્યૂઝ
-
જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના જન્મદિવસની સેવાકાર્યોથી ઉજવણી
અન્નપૂર્ણા કેન્દ્રમાં શ્રમિકોને સ્વહસ્તે ભોજન પીરસ્યું: 121 જેટલા નવા સેન્ટરો શરૂ કરાશે હંમેશા જમીન ઉપર રહીને... -
અમરેલી જિલ્લામાં કુંકાવાવ તાલુકાના જંગર ગામે જળ સંચયના પ્રોજેક્ટનો પ્રારંભ
ઊર્જા મંત્રી વેકરિયાની ઉપસ્થિતિમાં જળ સંમેલન યોજાયું: 45 ગામોમાં જળ સંચયના કામો હાથ ધરાશે અમરેલી જિલ્લાના... -
દ્વારકામાં ભાવનગરની લૂંટારૂ બેલડી પાસે ઘટનાનું રીક્ધટ્રકશન કરાવ્યું
ફુલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટ કરતીથતી દ્વારકામાં થોડા સમય પૂર્વે ઉજવાઈ ગયેલા ફૂલડોલ...
