ફર્જી (ખોટી) સ્કીમ તથા છેતરપીંડીના ગુન્હાના છ માસથી નાસતા ફરતા

પકડ વોરંટના બે આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ અયોજન કરેલ હોય અને નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને નાસતા ફરતા આરોપીને શોધી કાઢી અને કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચન આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ 318(4), 61 (1) તથા ગુજરાત પોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ (ૠઙઈંઉ અભિ)ં એકટની કલમ 3 તથા ઇનામો છેતરરપીડીં અને પૈસા સરક્યુલેશન સ્કીમ અધિનીયમની કલમ 3,4 મુજબનો ગુન્હો નોંધાયેલ હોય અને આ ગુન્હાના રાજસ્થાનના વતની કીશોરકુમાર જુઝાંરામ વાયલ (ચૌધરી) તથા નરપતકુમાર બાબુરામ પરીહાર નામનાં આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી રાજુલા તાલુકાના ચૌત્રા ગામમા બોલેરો ગાડી લઇ આવી ગામના લોકોને ત્રણ ટીકીટો લેવાની તેના પર એક ગોદરેજ કંપનીનુ ફ્રીજ મફત તેવો વાયદો આપેલ અને ઇનામી ટીકીટમાં સારૂ વસ્તુ લાગવાનો ભરોસો આપી લોભામણી સ્કીમની ટીકીટો આપી ટીકીટોમા જણાવ્યા મુજબની વસ્તુઓ લોકોને ન આપી ગામના અલગ-અલગ લોકો પાસે થી મળી કુલ રૂપિયા 1,39,965 ની ઇનામી સ્કીમ વાળી ટીકીટો આપી અને ગામના લોકો સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ અને સદરહુ ગુન્હાના આરોપીઓ છેલ્લા છ માસથી નાસતા ફરતા હતો. આરોપી વિરૂધ્ધ કોર્ટમાથી બી.એન.એસ.એસ. 2023 ની કલમ 72 મુજબનુ પકડ વોરંટ આવેલ હોય જે અન્વયે ટેકનીકલ તથા હયુમન સોર્સ આધારે આ બંને આરોપીને શોધી કાઢી અને કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ