ડોળાસા નજીકના જાંજરીયા ગામને સતત ત્રીજા વર્ષે ટીબી મુક્ત જાહેર કરવાની સાથે ગોલ્ડ મેડલ અર્પણ કરવા માં આવ્યો હતો. વિશ્વભરના દેશોએ ટીબીની બીમારી સામે જંગ છેડ્યો છે. તે અનુસંધાને ભારત સરકારની સાથે ગુજરાત સરકાર ના સયુંકત પ્રયાસો થી ગુજરાત માં પણ ટીબીની બીમારી સામે આરોગ્ય વિભાગ દ્વારા જુંબેશ ચલાવી છે અને તેનું સાનુકૂળ પરિણામો પણ આવવા લાગ્યા છે.ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જાંજરીયા ગામને લગાતાર ત્રીજા વર્ષે ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જાંજરીયા ગામને જિલ્લા કક્ષાનો ગોલ્ડ મજેડલ પણ અર્પણ કરવામાં આવ્યો છે. જાંજરીયા ગામના સરપંચ પ્રફુલભાઈ વેળાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લા ની આરોગ્ય ટીમ દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયતો ને સિલ્વર મેડલ તેમજ ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવેલ છે.તેમાં જાંજરીયા ગ્રામ પંચાયતને ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની આરોગ્ય ટીમ તેમજ ગીર ગઢડા તાલુકાના ફુલકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર રણજીતભાઇ ગોહિલ અને તમામ કર્મચારીઓનો જાંજરિયા ગામ વતી આભાર વ્યક્ત કર્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
દીવ: વણાંકબારામાં ગણતોર ઉત્સવ પ્રસંગે શોભાયાત્રા નિકળી
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહી અને દર્શનનો લીધો લાભ વણાંકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગણગોર ઉત્સવ... -
પાટીદાર સમાજ માં બંધારણ અને સામાજીક સુધારણા અંગે સૌરાષ્ટ્રના 51 તાલુકામાં સામાજીક સંમેલનો યોજાશે: મૌલેશભાઇ ઉકાણી
ઈશ્ર્વરીયા ખાતે વોર્ડ નં.1થી 9ના જ્ઞાતીજનનું સમૂહભોજન: લોક ગાયક સાગર પટેલનો સાંસ્કૃતિક કાર્યક્રમ: સંયુકત કુટુંબ પરંપરાની... -
ઉનાના સનખડા-ખત્રીવાડા-સોંદરડી રોડ પર 2.38 કરોડના કામનું ખાતમુહૂર્ત
ધારાસભ્ય કાળુ રાઠોડે વિકાસના કામોનો પ્રારંભ કરાવ્યો, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત ઉના તાલુકાના સનખડા, ખત્રીવાડા અને...
