જિલ્લામાં આપઘાત સહિતના ચાર અપમૃત્યુના બનાવ નોંધાયા
પૂર્વ કચ્છ જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો સામે આવ્યા છે. આ બાબતે જાણવા મળતી. વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં મુદરા સર્કલ નજીક આવેલ મંગલ વિલા સોસાયટીમાં શનિવારે સવારે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જેમાં ઘરમાં આગ લાગવા સાથે પિતા પુત્રી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં બન્નેનું મોત થયું છે. અંતરાળમા આવેલી મગલ વિલા સોસાયટીના મકાન નંબર 17માં રહેતા 67 વર્ષિય કાંતિલાલ કરશનભાઈ ઉમરાણીયા અને 38 વર્ષિય દિકરી નિકીતાબેન કાંતિલાલ ઉમરાલીયા ઘરે હતા ત્યારે આ બનાવ બન્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં રેસ લીકેજના કારવો આગ લાગી હતી. જોત જોતામાં આખા ઘરમાં આગ લાગી જતા ફર્નીચર સહિતનો તમામ સામાન બળીને બાબ થયો હતો. ફાયર બ્રિગેડે આવીને કાબુ મેળવ્યો હતો. પિતા પુત્રી દાઝી જતા તેઓને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. જવાં ગંભીર રીતે દાઝી જવાના કારણે 25 તારીખે રાત્રે નિકીતાબેનનું મોત થયું હતું. જયારે આજે પિતાનું મોત થયું છે. આદિપુર પીઆઈ એમ.સી.વાળા સાથે વાત કરતા તેમણે પિતાનું ભુજમાં સારવાર દરમિયાન માત થયું હોવાની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું. આ કરૂણ બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
દરમ્યાન ભચાઉ તાલુકાના કુંજીસર ગામે સુરેશભાઈ આહીરના મકાનમાં રહેતા મુળ રાજસ્થાનના 17 વષીય શિવરાજ પ્રકાશભાઈ વર્માએ અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાઈ મોતને વચલું કર્યું હતું. હતભાગી અસ્થિર મગજનો હોવાનુ પોલીસે જણાવ્યું છે. જયારે અજાર તાલુકાના લોહારીયા વાડી વિસ્તારમાં ધરાવજ ગામના 28 વર્ષિય નીલેશો બાબુભાઈ કૌલીએ દવા પી લીધી હતી. યુવાને કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી જતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જયાં તબીબે મૃત જાહેર કર્યા હતા. જેથી એજારે પોલીસે એડી દાખલ કરી છે.
