દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા પાડલી ગામે જુગાર રમતો હોવાની બાતમી ગત રાત્રે મીઠાપુર પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળતા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રામભા બાલુભા કારા, રમેશભા ભારાભા હાથલ અને પોલાભા ડોસાભા માણેક તથા અન્ય બે મહિલાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 61,240 ની રોકડ રકમ તથા રૂપિયા 65,000 ની કિંમત ના બે મોટરસાયકલ અને રૂપિયા 80 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 206,240 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
દ્વારકા જિલ્લાના ત્રણ બુટલેગરો પાસામાં ધકેલાયા બૂટલેગરોને પાલનપુર, કચ્છ, ભાવનગરની જેલમાં ધકેલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.... -
સાયલા પાસેથી કારમાંથી દારૂ મળ્યો આર્મીમેનની સામે ગુનો દાખલ
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ તરફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ કારને... -
વિરમગામના વિરોચનગર ગામ પાસે ખાડામાં પાણી પીધા બાદ 35 ઘેટાંના મોત
પશુ તબીબની ટીમ દોડી ગઇ વિરમગામ હાઇવે પર વિરોચનગર ગામ પાસે ખાડામાં પાણી પીધા બાદ 35...
