નવ નિયુક્ત હોદેદારોનું સન્માન થયું
તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજે માળિયા હાટીના માં તાલુકા ભાજપ પરિવારના સંગઠનના તમામ હોદ્દેદારો તમામ. મોરચાના હોદ્દેદારો સહિત ના કાર્યકરો ની એક મીટીંગ યોજાઈ હતી આ મિટિંગ માં તાલુકા ભાજપ પરિવારના નવ નિયુક્ત હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો નો સન્માન સમારંભ યોજાયો હતો સંગઠનના તમામ હોદ્દેદારોને પુષ્પો ગુચ્છ આપી સન્માન કરાયું હતું સન્માન ની સાથે સાથે દેશના વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમ સમૂહ માં ટી વી એલડી માં જોવાનો પણ સમૂહ કાર્યક્રમ યોજાયો હતો આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી જીતવા અંગે ની પણ ચર્ચા કરવા માં આવી હતી આમ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી જીતવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી દીધી છે આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના અને સરપંચો સહિત માળીયાહાટીના તાલુકાના ભાજપના તમામ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
