મિશન સ્માઈલ સ્પર્શની સમજ માટે અમરેલી પોલીસ સ્કોચ સ્ટેટ ગર્વનન્સ એવોર્ડ-2025થી સન્માનિત

અમરેલી પોલીસ દ્વારા 1,50,000 બાળકોને ગુડ ટચ, બેડ ટચ અંગે માર્ગદર્શન આપી જાગૃત કરાયા હતાં

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા MISSION SMILE અંતર્ગત આશરે 1,50,000 જેટલા બાળકોને Good Touch, Bad Touch અંગે માર્ગદર્શન આપી જાગૃત બનાવવામાં આવ્યાં હતાં. જેને લઈ અમરેલી જિલ્લા પોલીસને’MISSION SMILE’ પ્રોજેક્ટને SKOCH Award-2025 એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ સુરક્ષાને મહત્ત્વની પહેલ હેઠળ છેલ્લા 1 વર્ષથી કાર્યરત મિશન સ્માઈલ-સ્પર્શની સમજને રાષ્ટ્રીય સ્તરનું સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ-2025 થી અમરેલી જિલ્લા પોલીસને સન્માનિત કરવામાં આવેલ છે. દિલ્લી સ્થિત સન્માન સમારોહમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તથા ડી.વાય.એસ.પી. નયના ગોરડિયાએ આ પુરસ્કાર સ્વીકાર્યા હતા.
જિલ્લામાં બનતા બાળ લૈંગિક ગુનાને અટકાવવા માટે પોલીસ વડાએ 2025 મા mission smile (safe moments in loving environment) શરૂ કરવામાં આવેલ હતો. જેમાં અમરેલી જિલ્લા પોલીસના ડી.વાય.એસ.પી. નયના ગોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ 20 ટીમો બનાવી હતી. આ ટીમોને કમિટી ઓન ચાઇલ્ડ સેફ્ટી અંતર્ગત ટ્રેનિંગ આપી, જિલ્લાના તમામ સ્કૂલ્સ, બાળકો, વાલીને બાળ લૈંગિક અધિકાર અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. દેશભરમાંથી આ પુરસ્કાર માટે 300 કરતા વધારે સંસ્થા તથા સરકારી વિભાગમાંથી નામાંકન કરેલ હતાં. અને તેમાંથી અમરેલી જિલ્લા પોલીસને મળેલ આ સમ્માન અમરેલી જિલ્લા પોલીસ માટે ગર્વ ની બાબત છે. મિશન સ્માઇલ અંતર્ગત જિલ્લામાં બનતા બાળ લૈંગિક ગુના અટકાવવા માટે બાળકો વાલી અને શિક્ષકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આજ દિન સુધી 1.5 લાખ કરતા વધારે બાળકો સુધી પોલીસ આવા ગુના, રોકવા માટે ગુના બન્યા પછી જરૂરી કાર્યવાહી માટે આવી હતી. તથા સમાજ અને પરિવાર અને બાળક સાથે પરિવારને એવી બાબતમા જાગૃત કરવામાં સફળ પ્રયાસ કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ