તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેનના હસ્તે વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-3, પેકેજ-3નું ખાતમુહુર્ત થયું


નર્મદાનું પાણી મળતા વિસ્તારના લોકોનું જીવન વધુ સરળ બનશે : જિજ્ઞાસાબેન

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તળાવો / ચેકડેમો ભરવા માટે સૌની યોજના (3ઊંખ વિસ્તાર) લિંક-3, પેકેજ-3 નું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું. જેમાં વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામનું રાતડુ તળાવ, ચાંચડીયા ગામનું રામદેવપીર તળાવ, શેખરડી ગામનું લાવરીયુ તળાવ, શેખરડી ગામનું મોટું તળાવ, રાતડીયા ગામનું મોટું તળાવ, કાનપર ગામનું મચ્છોરા ડ્રેઇન, મહિકા ગામનો ચેકડેમ, સરોડી ગામનું તળાવ વગેરે ભરવા માટે ડાયા ઉ.ઈં./ ઇંઉઙઊ પાઈપલાઈન કનેક્શન દ્વારા પાઈપલાઈન/ સ્કોર વાલ્વ અને તમામ સંલગ્ન કાર્યોનું ખાતમુહૂર્ત આજ રોજ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું જેમાં આજુબાજુ ગામના સરપંચો, આગેવાનો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જિજ્ઞાસાબેન મેરે જણાવ્યું કે સૌની યોજના (3ઊંખ વિસ્તાર)ને સાકળતા તળાવો/ ચેકડેમોના કામનું ખાતમુહૂર્ત કરતા સહિત ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના મેસરીયા, ઠીકરીયાળા, ભલગામ, જાલિડા, સમઢીયાળા, રાતડીયા, મહિકા ગામોને સિંચાઈ માટે તળાવો ભરવાના કામને મંજુરી મળી ગઈ છે.સાથો સાથ આ યોજનામાં હજુ બાકી રહેતા વિવિધ ગામોના તળાવો જોડવાનું કામ કાર્યરત છે. મા નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતાં વિસ્તારના માતાઓ-બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા વાંકાનેરના મેસરીયા મહાલના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા જિજ્ઞાસાબેને આગ્રહ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ