લોઢવા ગામે સુરાપુરા હમીર બાપા વાળા પરિવાર દ્વારા ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આયોજન માટે ગામ લોકો સાથે સહકાર આપવા બેઠક યોજાઈ

લોઢવા ગામે સુરાપુરા હમીર બાપા વાળા પરિવાર દ્વારા આગામી તા.15 ને બુધવારથી તા.17 ને શુક્રવાર એમ ત્રિદિવસીય યજ્ઞ વિધી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસ તા.15 ના રોજ નવચંડી યજ્ઞ તથા ગંગા પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો તથા રાત્રીના સમયે રાસ મંડળીના કાર્યક્રમ રાખેલ છે. બીજા દિવસે તા.16 ના રોજ પ્રેતબલી સુરાપુરા પૂજાનો કાર્યક્રમ રાખેલ છે. રાત્રીના સમયે મીરાબેન આહિરની ટીમ દાંડીયારાસ ની રમઝટ નો કાર્યક્રમ રાખેલ છે. અને તા.17 ના રોજ પિતૃ યજ્ઞ નારાયણ બલી શ્રધ્ધાની વીધી રાખેલ છે. તેમજ ત્રીજા દિવસે બપોરના સમસ્ત ગામના ભાણે ભળતા લોકો માટે સમુહ મહાપ્રસાદની આયોજન કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલજાભવાની મંદિર ખાતે લોઢવા ગામના આગેવાનો તથા ગામ લોકોની એક મીટીંગ મળેલ હતી. તેમાં તમામ આગેવાને એ તથા ગામ લોકોએ હમીર બાયાવાળા પરિવારને કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહકાર આપવા ખાત્રી આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ