સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી તેમજ દાંત ના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ સાથે દંત ચિકિત્સા આજરોજ તા- 03/04/2026 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 346 માં નેત્ર કેમ્પ સાથે દંત ચિકિત્સા નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સાથે રાજકોટ ના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમ ડીવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન ના મોનિકાબેન ભટ્ટ, જાગૃતિ બેન ચૌહાણ અને ડો. સંજયભાઈ અગ્રાવત દ્વારા નિદાન કરવામાં આવેલ. નેત્રયજ્ઞ માં 54જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 17 જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર ની આંખ ની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ અને જે દર્દીઓ ને ચશ્મા અને દવાઓ ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી જ્યારે દંતયજ્ઞમાં 36 જેટલા દર્દીઓની દાંત અને પેઢાના રોગોનું નિદાન કરવામાં આવેલ જેમાં 9 દર્દીઓ ની દાઢ આયુર્વેદ ની જાલંધર બંધ વિધિથી ઇન્જેક્શન વગર કાઢી નાખવામાં આવી હતી સાથે દરેક ને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવેલ. નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ નું દિપ પ્રાગટ્ય દાતા ધીરજલાલ કાનજીભાઈ ઘેલાણી. હસ્તે. ચંદ્રિકાબેન કામદાર ના સહયોગ થી કનુભાઈ ગેડીયા અને સંસ્થા નાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી અને વીરનગર, રાજકોટ ના ડોક્ટર સંસ્થા ની હોસ્પિટલ ના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવેલ.
રિલેટેડ ન્યૂઝ
-
લોઢવા ગામે સુરાપુરા હમીર બાપા વાળા પરિવાર દ્વારા ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાશે
આયોજન માટે ગામ લોકો સાથે સહકાર આપવા બેઠક યોજાઈ લોઢવા ગામે સુરાપુરા હમીર બાપા વાળા પરિવાર... -
રતનપર ગામની સીમ જમીનમાં કાટાંની વાડમાં મૃતદેહ મળ્યો
મૃતક ગૌશાળાનો સેવક હતો : હત્યાની આશંકા સાયલા તાલુકાના સાપર ગામ પાસે ગૌ માતાના લાભાર્થે સેવાકીય... -
અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું : જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવો
અમરેલીમાં ટાંકામાં પડી જતાં મહિલાનું, તોરી ગામે યુવકનું ગળાફાંસો ખાઈ, સાવરકુંડલામાં અકળ કારણસર આપઘાત કરતા મોત...
