બોટાદના બંધ પડેલા શૌચાલયમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડી

બંધાણીઓ બેરોકટોક સ્થળ પર દારૂ પી જતાં રહે છે : સત્તાધીશોના આંખ આડા કાન

ગુજરાતમાં દારૂબંધી છે પણ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે નગર પાલિકાના બંધ પડેલા શૌચાલયમાં ખુલ્લેઆમ દારૂની હાટડી મંડાઈ છે. પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે બનાવેલ આ જાહેર શૌચાલયના તાળા પણ તોડી નખાયા છે. અને આડો લીલો પડદો બાંધી તેની આડમાં દારૂનો બે નંબરી વેપાર ચાલી રહ્યો હોવાની વ્યાપક ચર્ચા જાગી છે. છતાં નગરપાલિકા સત્તાધીશો ચુપ બેઠા છે અને પોલીસ તંત્ર પણ કશું પગલા ભરી રહ્યું નથી. ત્યારે બંધાણી પોતાના વાહનમાં આવી સ્થળ પર જ દારૂ પી જતાં રહે છે. અને જીવન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે જવાબદારોએ યોગ્ય પગલા ભરવા અનિવાર્ય બન્યા છે.

રિલેટેડ ન્યૂઝ