યસ ફાઇનાન્સમાંથી ઓછા વ્યાજ દરની લોન અપાવવાની લાલચ આપી યુવકને શીશામાં ઉતારાયો હતો: આરોપીઓ સામે પોલીસમાં ફરીયાદ
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતાં એક વેપારી યુવકને યશ ફાઇનાન્સમાંથી ઓછા વ્યાજ દરની લોન જોઈએ છે. તેમ કહી આ યુવકને વિશ્વાસમા લઇ તેમજ બીજા અજાણ્યા આરોપીએ યુવકને વોટસએપ મેસેજથી તેમજ વોઇસ કોલથી વાતો કરી લોન મળી જ જશે. તેમ કહી યુવકને વિશ્વાસમા લઇ અને ત્રીજા અજાણ્યા આરોપીએ યુવકના ડોક્યુમેન્ટ મંગાવી લઈ વેરીફાઇ કરી પાંચ લાખની લોન યુવકના એકાઉન્ટમા જમા થઇ જશે તેમ યુવકને વિશ્વાસમા લઇ આ વેપારી પાસેથી અલગ અલગ બહાને કુલ 1,55,469 રૂપીયા આરોપીઓએ પૈસા પડાવી લીધેલ હતાં. અને લોન કરી દીધેલ ન હોય અને અલગ-અલગ ખોટા નામો તથા ખોટી વિગતો જણાવી યુવક સાથે છેતરપીંડી કરી ફોન બંધ કરી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે. આ બનાવમાં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલ ભાડા રોડ ઉપર ઇંન્દીરા આવાસ સોસાયટીમાં રહેતાં ભરતભાઇ ભાણાભાઇ પરમાર નામનાં 37 વર્ષીય વેપારી યુવકને કોઈ અજાણ્યા આરોપીએ વેપારી યુવકના ફોન ઉપર ટેલીફોનીક સંપર્ક કરી જણાવેલ કે, યશ ફાઇનાન્સમાંથી ભાવિકાબેન બોલુ છુ. અને તમોને ઓછા વ્યાજ દરની લોન અને તમારા માટે ખુબજ સસ્તી અને સારી લોન જોઈએ છે. તેમ કહી યુવકને વિશ્વાસમા લઇ તેમજ બીજા અજાણ્યા આરોપીએ યુવકને વોટસએપ મેસેજથી તેમજ વોઇસ કોલથી વાતો કરી લોન મળી જ જશે. તેમ કહી યુવકને વિશ્વાસમા લઇ અને ત્રીજા અજાણ્યા આરોપીએ યુવકનો સંપર્ક કરી તમોએ લોન માટે એપ્લાય કરેલ છે. તેમ કહી યુવકના ડોક્યુમેન્ટ મંગાવી લઈ વેરીફાઇ કરી પાંચ લાખની લોન યુવકના એકાઉન્ટમા જમા થઇ જશે તેમ યુવકને વિશ્વાસમા લેતાં, યુવકે ગત તા.6/3 ના રોજ ઞઙઈં ઈંઉમાં રૂપિયા 4000 લોન ફાઇલ ચાર્જના તેમજ તા.7/3 ના રોજ ઞઙઈં ઈંઉમા રૂપિયા 20,000 તેમજ યુનીયન બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 3500 ફીકસ ડીપોઝિટના તથા તા.9/3 ના રોજ યુનીયન બેન્ક એકાઉન્ટ નં.59400201 0013160 માં રૂપિયા 11,970 ઇન્સયોરન્સના તેમજ કેનેરા બેન્ક એકાઉન્ટ 110281146580 મા રૂપિયા 74,999 લોન કમીશનના તથા ઇન્ડીવીડયુલ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવાના, તથા તા.10/3 ના રોજ યુનીયન બેન્ક એકાઉન્ટ નં.5940020 10013160 માં 1000 તથા કેનેરા બેન્ક એકાઉન્ટ નં.110281146580 મા ગઘઈ ચાર્જ તથા બેન્ક ચાર્જના 40,000 એમ મળી કુલ 1,55,469/- રૂપીયા આરોપીઓએ અલગ અલગ બેન્ક એકાઉન્ટ તથા ઞઙઈં ઈંઉ થી મેળવી લઈ યુવકના બેન્ક એકાઉન્ટમા સસ્તી લોન કરાવી આપવાના બહાને પૈસા પડાવી લીધેલ હોય અને લોન કરી દીધેલ ન હોય અને અલગ-અલગ ખોટા નામો તથા ખોટી વિગતો જણાવી છેતરપીંડી કરી ફોન બંધ કરી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
