તા.11 થી 17 એપ્રિલ આયોજન: કથા વિરામ બાદ તા.18મીએ સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ પર આવેલા પાર્થધ્વજ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આગામી તા.11-4 થી 17-4 દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા સમુહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવીતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ ભાગવત સપ્તાહના વ્યાસાસને મીનાબેન કાપડી પોતાની આગવી શૈલીમાં સુર સંગીત સાથે ભાગવતજીનું રસપાન કરાવશે તો તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો સાધુ-સંતો- સેવકો સમુદાયને કથાનો લાભ લેવા પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
સપ્તાહ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે નૃસિહ પ્રાગટય, વામન પ્રાગટય, રામ પ્રાગટય, કૃષ્ણ નંદોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ તથા સુદામા ચરિત્ર સહીતના પાવન પ્રસંગો ધામધુમથી ઉજવાશે.
આગામી અગ્યાર એપ્રિલને શનિવારના રોજ સવારે 9-30 કલાકે સુપ્રસિધ્ધ ચિત્રકુટ હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય સંગીતના સથારે પોથીજી યાત્રાનો પ્રારંભ થશે જે વાજતે ગાજતે કથા સ્થળ ગોકુલ ધામ મંદિર ખાતે પહોંચશે અને સંતો મહંતો, સેવકગણ તથા શ્રોતાઓની ઉપસ્થિતીમાં ભગવાનજીનો રસપાનનો પ્રારંભ થશે.
તમામ કાર્યક્રમોના અંતે રાજકીય આગેવાનો, દાતાઓ તથા ઉપસ્થિત સંતો-મહંતોનો સન્માનીત કાર્યક્રમ યોજાશે. આ તકે ગાયત્રી શક્તિપીઠ મહંત,” અશ્વિનબાપુ રાવલ, ફળેશ્વર મંદિરના વિશાલભાઈ પટેલબાપુ, રૂગનાથજી મંદિરના રેવાદાસબાપુ હરીયાણી, સ્વામીનારાયણ સાંધખ્યાગીબા જયાબા, વિજયાબા તથા હેતલબા ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે. ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે. આ મહાપ્રસાદના દાતા તરીકે વસંતબા પ્રવિણસિંહ ઝાલા પરિવાર રહેશે.
