કાર ચાલકને પણ ઈજા થતાં સારવારમાં ખસેડાયો
અહીં પ્રાગપરથી બે કિ.મી. દૂર આડેસર જતા રોડ પર અકસ્માત થયો હતો. ગઈકાલે બપોરે સવા બાર વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં અલ્ટો કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે દંપતિનું માત થયું હતું. બાબત રાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી રાપરમાં રહેતા ધનશ્યામભાઈ પરસોત્તમભાઈ મસુરીયા (મારાજ)ના જણાવ્યા પ્રમાણે તેમના પિતા પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને માતા નવલબેન બન્ને જણા બાઈક લઈને જતા હતા. ત્યારે આરોપી સફેદ અલ્ટો ગાડી નંબર જી.જે. 08 એઈ 5901 ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી બાઈકને ટક્કર મારતા અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે મૌત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
મોટી સંખ્યામાં લોકો રાપર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં બન્ને વાહનોમાં નુકશાન થયું હતું. કાર ચાલકને પણ ઈજાઓ થતા દાખલ કરવામાં આવ્યો હતો.
