પ્રશાસક પ્રફુલ પટેલની સ્થળ મુલાકાત બાદ આવ્યો પ્રકરણનો અંત
છેલ્લા ચાર દિવસથી અહેમદપુરમાં માંડવીમાં જમીન બાબતે વાતાવરણ ગરમાયું હતું. વાત એવી હતી કે, દીવ પ્રશાસને પોતાની 11 હેક્ટર જમીન ગુજરાતને આપી હતી તે જમીન સીમર બંદરે હતી અને દીવ પ્રશાસનના વિસ્તારમાં ગણાય છે. આ જમીનની સામે દીવ પ્રશાસને અહેમદપુર માંડવી બીચ ઉપર જમીન આપવાનું નક્કી થયું હતું. જેથી સતત ત્રણ દિવસ દીવ પ્રશાસન માપણી અને નિરિક્ષણ માટે અધિકારીઓ સ્થળ ઉપર જતાં પરંતુ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રફિકભાઈ સુમરાને અસંતોષ હોય જેથી વાતાવરણ ગરમ થતું અને વિવાદ સર્જાતો હતો જેથી આજે દમણ-દીવ-દા.ન.હ અને લક્ષદ્રિપના પ્રશાસક પ્રફુલ પટેલ રૂબરૂ આ સ્થળ ઉપર આવી અને ઉના મામલતદારને જણાવ્યું કે, આ જમીન અંગેની વાત ઉપર સુધી થયેલ છે. તમે આ જમીન દીવ પ્રશાસને આપો જેથી તેનો વિકાસ થશે. અને આજુબાજુ ગામના લોકોને રોજી રોટી મળશે. આ રીતે પ્રશાસકની મુલાકાતથી હાલ વિવાદનો અંત આવ્યો છે.
