વેરાવળ શહેરમાં અસામાજિક પ્રવૃતિમાં સામેલ શખ્સની પાસા તળે અટકાયત

પોલીસે અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દીધો

વેરાવળ શહેર મા અસામાજીક પ્રવૃત્તિ આચરનાર સાહિલ ઉફે ચકકીને પાસા તળે અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે ગીર સોમનાથ પોલીસ મોકલી આપેલ છે.જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ એ અસામાજીક પ્રવૃતિ આચરતા શખ્સોને અંકુશમાં લેવા પાસા તેમજ તડીપાર મૂકી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને સીટી પો.ઇન્સ. જે.એન.ગઢવી, પો.ઇન્સ. એમ.જી.પટેલ, એલ.સી.બી ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત સહીતના એ વારંવાર ગુનાઓ આચરી સમાજ ની શાંતિ ડોહળતા ગુન્હેગારોને ગુનાઓના ડેટા કાઢી શહેરમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા સોઇલ ઉર્ફે સાહિલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઈ કુરેશી કે જે વારંવાર ગુન્હાઓ આચરી શહેરની શાંતિ ડોહળાય તેવી ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતો હતો તેની વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ ને મોકલતા રાજય સરકારના હુકમ તથા ગાઇડલાઇન મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય જે અન્વયે આરોપીને પકડી પાડી પાસા વોરંટ ની બજવણી કરી પાસા હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ