તાલાલાના ચિત્રાવડ તા.પં. સીટના ઉમેદવારના પ્રતિનિધિ દારૂ અને બિયર સાથે ઝડપાયા

રોકડ, બોટલ-ટીન સહિત રૂા. 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર તાલુકા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર નાં પ્રતિનિધિએ મતદાન ની આગળના દિવસે મતદારોને મત માટે રીઝવવા જતા હતા ત્યારે રમળેચી ગીર-ચિત્રાવડ ગીર રોડ ઉપરથી દારૂ-બીયર તથા રોકડ રકમ સાથે તાલાલા પોલીસે ઝડપી લેતા ભારે ચકચાર ફેલાયેલ છે.
તાલાલા પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ પોલીસ સ્ટાફ ચૂંટણી પેટ્રોલિંગમાં હતો.આ દરમ્યાન બાતમી મળતાં તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર બેઠકના તાલુકા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવારનાં પ્રતિનિધિ દિનેશ નારણ બાકુ રે.જેપુર ગીર વાળાની થાર ગાડી રમળેચી ગીર-ચિત્રાવડ ગીર ગામ વચ્ચે ચેક કરતા ગાડીમાંથી દારૂ-બીયર તથા રોકડ રકમ રૂ.48 હજાર 500 નીકળતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની અટક કરી હતી.મતદાનનાં આગલાં દિવસે મતદારોને રીઝવવા દારૂ અને બીયર લઈ ઉમેદવારનાં પ્રતિનિધી ચિત્રાવડ ગીર ગામે જતાં હોવાનું તપાસમાં ખુલ્યું છે.પોલીસે બીયરના ટીન નંગ-08,ઈંગ્લીશ દારૂની બોટલ-04,રોકડ રકમ,મોબાઈલ,મહિન્દ્રા કંપનીની થાર ફોર વ્હીલ મળી કુલ રૂ.08 લાખ 55 હજાર 300 નો મુદ્દામાલ કબજે કરી તાલાલા પી.આઈ.વિપુલભાઈ ગાગીયા એ પ્રોહીબીશન ધારા તથા આચારસંહિતા ભંગનો આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ