પરિણીત મહિલા સાથે પ્રેમ પ્રકરણમાં આરોપીઓએ યુવકનું અપહરણ કરી ઢોર મારમારતા મૃત્યુ થયું હતુ
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના યુવકની હત્યાના બનાવના બે આરોપીઓને અમરેલી એલ.સી.બી. ટીમે પ કડી પાડયા હતા. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતાં નિલેષ રમેશભાઇ ચુડાસમા નામનાં યુવકને એક પરીણીત મહિલા સાથે પ્રેમ સબંધ હોય, જેથી યુવક આ પરીણીત મહિલાને સુરત ખાતેથી ભગાડી લઇ ગયેલ હતો જે વાતનું મનદુખ રાખી મહુવા તાલુકાના અખેગઢ ગામના વતની અને હાલ સુરત રહેતાં આરોપી વિજય ઉર્ફે રાકેશ દાનાભાઇ નકુમ તથા જેસર તાલુકાના કરલા ગામે રહેતાં તરૂણ વલ્લભભાઈ બાંભણીયા તથા સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામના વતની અને હાલ સુરત રહેતાં અમીત મનુભાઈ હડીયા વિગેરે આરોપીઓએ આ મૃતક યુવક નિલેષને શોધી કાઢી અને ઉપાડી લઈ જઈ, ગત તા. 28 થી તા.29 દરમિયાન કોઇ પણ જગ્યાએ લઇ જઇ, તીક્ષ્ણ હથિયાર કે અન્ય કોઇ રીતે જીવલેણ માર મારી, બાઢડા ખાતે વિરાણી હાઇસ્કુલ પાછળ પડતર જગ્યામાં ઉતારી નાસી ગયેલ હોય, આ મૃતક યુવક નિલેષને માર મારવાને કારણે નિલેષભાઈનું મોત થયેલ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ વિરલભાઇ રમેશભાઇ ચુડાસમા, (રહે.બાઢડા) વાળાએ આ આરોપી વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ આ ગંભીર ગુનો કરી, ફરાર થયેલ આરોપીને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ટીમને સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમ દ્રારા આ હત્યાંનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપી વિજય ઉર્ફે રાકેશ દાનાભાઇ નકુમ તથા અમીત મનુભાઇ હડીયાને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
જ્યારે આ બનાવના નાસતાં ફરતાં આરોપી જેસર તાલુકા કરલા ગામે રહેતાં તરૂણ વલ્લભભાઇ બાંભણીયા તથા મહુવા તાલુકાના માળીયા ગામે રહેતાં બિપીન મનસુખભાઇ કલસરીયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
