ગીર સોમનાથ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય ની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર એ સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. અરજદારોએ સીમ વિસ્તારનો બંધ કરેલો રસ્તો ખૂલ્લો કરવા બાબત, અરજદારોએ જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રને રિપેરિંગ કરવાના બદલે તોડી પાડી નવું બનાવવા, પવનચક્કીની કામગીરી અટકાવવા બાબત, માપણીશીટ ન મળવા બાબત, વાહન ડીલર દ્વારા આર.ટી.ઓ. ચાર્જના નામે ગેરકાયદેસર નાણાંની ઉચાપત અંગે, સરકારી જમીનમાં રસ્તા બાબત, જમીનમાં ગેરકાયદેસર ખોદકામ અને સરકારના આદેશભંગ બાબત, પી.એમ.કિસાન યોજનાના હપ્તા ન મળવા અંગે, ડીઝલ સબસિડી ન મળવા બાબત સહિતની રજૂઆતો કરી હતી. કલેક્ટર એ સબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સહિત આરોગ્ય, ખેતીવાડી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ