રાજકોટના વાવડીમાં મોબાઈલ બાબતે બે મીત્રો વચ્ચે ડખ્ખાના બનાવ હત્યામાં પલટાયો

બન્ને મીત્રોએ સામ સામે છરી ઝીંકી હતી

વાવડી રોડ પર પરપ્રાંતીય યુવકની હત્યા અને મિત્ર પર થયેલ જીવલેણ હુમલામાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. 14 હજારના નવા મોબાઈલ બાબતે મોડી રાતે બંને મિત્રોએ સામસામે છરીના ઘા ઝીંકતા એકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે લૂંટ વિથ મર્ડરની સ્ટોરી પોલીસે ખોટી પાડી હતી. બંને મિત્રો સાંજે ખરીદી કરવાં ગયાં ત્યારે સંતોષે પોતાનો મોબાઈલ અને રોકડ મૃતકને સાચવવા માટે આપી હતી. રાતે મૃતકે મોબાઈલ ખોવાઈ ગયાનું કહીં બંને શોધવા નીકળ્યા અને ખૂની ખેલ ખેલાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત આરોપી સામે હત્યાની કલમ અને મૃતક સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મવડીમાં આવેલ ભવાનીનગરમાં રાજ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશકુમાર ફુલચંદ્ર ગીતમ (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંતોષકુમાર બુદુનલાલ (રહે. વાવડી રોડ, ફાલકન કંપનીથી આગળ) નું નામ આપતાં તાલુકા પોલોસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેના કૌટુંબીક ભાઇ દિનેશકુમાર શીવશંકર વાવડી પાસે આવેલ પટેલ ચોકમા જયેશભાઇના કારખાનામાં મજુરીકામ કરે છે. તે છેલ્લા 10 વર્ષથી મજુરીકામ કરવા આવેલ છે. દિનેશકુમારને મહીને એકાદ વાર મળવા જાય છે. દીનેશકુમાર સાથે બે ત્રણ દિવસ પહેલા વાત થયેલ ત્યારે તેને વાત કરેલ હતી કે, હું તા.29 ના રોજ વતનમા જવાનો છુ. ગઈકાલે બપોરના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ કારખાને હતો ત્યારે સોશિયલ મીડીયા મારફતે દીનેશ મરણ ગયેલ છે અને તેની લાશ રાજકોટ સીવીલ હોસ્પીટલમા રાખેલ છે જે અંગેની જાણ થતા સરકારી હોસ્પિટલ ખાતે ગયેલ હતો. ત્યા હાજર પોલીસ અધીકારીને ભાઇ બાબતે
પુછપરછ કરતા પોલીસે ભાઈ દિનેશકુમારની લાશ બતાવેલ જે જોતા લાશ કૌટુંબીક ભાઇ દિનેશકુમાર (ઉ.વ.29) ની ઓળખી બતાવેલ હતી. જેથી પોલીસે જણાવેલ કે, આ દિનેશભાઈ વાવડી રોડ વાવડી પોલીસ ચોકી પાસે કોઈ કારણોસર ઇજાગ્રસ્ત ખેભાન હાલતમાં પડેલ હતા. ત્યાથી સારવારમા લાવતા સારવાર દરમ્યાન મરણ ગયેલનુ જણાવેલ હતુ.
જે બાદ ફરીયાદીને હોસ્પિટલ પરથી જાણવા મળેલ કે, દિનેશ સાથે રહેતો સંતોષકુમાર ઉર્ફે શીવો બુદુનલાલ હોસ્પીટલમાં દાખલ હોય જેથી તેની પાસે ગયેલ તો આ શીવાને શરીરે ઘા લાગેલા અને પટી બાધેલ હોય જેથી શીવાને પુછતા જણાવેલ કે, હુ તથા દીનેશ કાલે કપડા લેવા ગયેલ હતા ત્યારે દિનેશને મારો મોબાઇલ તથા આસરે સાડા પાંચ હજાર રૂપીયા સાચવવા આપેલ હતા, બાદ બંને ત્યાથી અલગ પડી ગયેલ અને મારે તથા દીનેશને વતનમા જવાનુ હોય જેથી મારા ઘરે હતો ત્યારે રાતના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ દિનેશ તેનો મોબાઇલ શોધતો શોધતો રૂમે આવેલ અને કહેલ કે, મારો મોબાઇલ કયાય પડી ગયેલ છે, તે શોધવા જવાનો છે તેમ કહેતા બંને ચાલીને વાવડી રોડ કાળ ભૈરવ દાદાના મંદિર સામે સાડા ત્રણ વાગ્યે પહોંચેલ હતાં. ત્યા દીનેશને સાચવવા આપેલ મારો મોબાઇલ તથા સાડા પાંચ હજાર રૂપીયા પરત માંગતા જે દીનેશને સારૂ ન લાગતા ગાળાગાળી કરી ઝઘડો કરતા દીનેશે મને ફડાકા મારતા મારી પાસે રહેલ છરી વડે દીનેશને હાથે છરીનો ઘા મારી દેતા તેને મારી પાસેથી છરી ઝુટવી લઈ મને પેટના પાછળના ભાગે ચારથી પાંચ ઘા તથા પડખામાં એક ઘા મારી દેતા હુ દીનેશને ધકકો મારી નીચે પાડવા જતા બંને રોડની સાઈડમાં રહેલ ખાડામાં પડી ગયેલ હતાં.
બાદ દીનેશ ઉભો થઇ શકેલ નહીં અને મને લોહી નીકળવા લાગતા હું ઉભો થઈ રોડ ઉપર આવી ચીસો પાડતો હતો દરમ્યાન એક બાઈક સવાર પસાર થતા તેને 108 ને જાણ કરી મને સારવારમાં ખસેડેલ અને મે પોલીસ અને ડોક્ટરને મારી સાથે લુટ થયેલ છે તેમ જણાવેલ છે. જેથી આરોપીએ ફરીયાદીના ભાઈને છરીના ઘા મારી હત્યા નિપજાવતાં ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે ઇજાગ્રસ્ત આરોપી સંતોષકુમાર બુદુનલાલ (ઉવ.21) એ મૃતક દિનેશકુમા2 શિવશંકર સામે પણ ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેને રાતના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ દિનેશ રૂમે આવેલ અને કહેલ કે, મારો મોબાઈ લ રસ્તામાં કયાય પડી ગયેલ છે, તે શોધવા જવાનો છે. તેમ કહેતા બંને ચાલીને વાવડી રોડ કાળ ભૈરવ દાદાના મંદિર સામે પહોંચેલ ત્યા દીનેશને મોબાઇલ સાચવવા આપેલ તે પાછો માંગતા તેને સારૂ ન લાગતા ગાળાગાળી કરી ફડાકા મારતા ફરીયાદીએ તેની પાસે રહેલ છરી વડે દિનેશને હાથમાં છરીનો એક ઘા મારતા તેને છરી ઝુટવી યુવકને પેટના પાછળના ભાગે ચારથી પાંચ ઘા તથા આગળના ભાગે પડખામાં એક ઘા મારી દીધેલ બાદ બચાવમાં દિનેશ પાસે રહેલ છરી લઇ તેને હાથમાં એક ઘા મારી દીધેલ બાદ તેને ધક્કો મારી નીચે પાડવા જતા બંને રોડની સાઈડમાં રહેલ ખાડામાં પડી ગયેલ અને દિનેશ ઉભો થઇ શકેલ ન હતો. જ્યારે ફરીયાદીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત સંતોષ સામે હત્યાની કલમ અને મૃતક દિનેશ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

રાત્રે સવા ત્રણે સંતોષ શેઠને ફોન કર્યો’તો :
જે કળીએ બનાવનો ભેદ ખોલી નાંખ્યો

મૃતક આરોપીના મોટા ભાઈનો સાળો: બંને એક જ ઓરડીમાં રહેતાં હતાં: આરોપી નસેડી હોવાનું ખુલ્યું
વાવડી રોડ પર થયેલ પરપ્રાંતીય યુવકની હત્યાના બનાવમાં નવો વળાંક સામે આવ્યાં બાદ જાણવા મળેલ કે, મૃતક દિનેશ આરોપી સંતોષના મોટા ભાઈનો સાળો છે. બંને ત્રણેક વર્ષથી એક જ ઓરડીમાં રહેતાં હતા. તેમજ આરોપી ગાંજાનો એડિકટ હોવાનું પણ સામે આવ્યું છે.

વાવડી રોડ પરની હત્યામાં આરોપી સંતોષ પોલીસને ગુમરાહે ચડાવી હતી અને રાત્રે 10 વાગ્યે ઘટના ઘટી જહોવાનું કથન કરતા પોલીસ ચકરાવે ચડી હતી. પરંતુ તેના શેઠની પુછતાછ કરતા તેને પગારના 4900 રૂપિયા આપ્યાનું અને રાત્રે સવા ત્રણ વાગ્યે સંતોષનો ફોન આવ્યો હતો જે રીસીવ કરતા તેને કહ્યું કે, ભુલથી લાગી ગયો જે વાત પરથી બનાવનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ