મોબાઇલ ફોનમાં આર.ટી.ઓ. ચલનની ફ્રોડમાં ફાઇલ મોકલી અને મોબાઇલ ફોન હેક ક્રિક બેન્ક ખાતું ખાલી કરી નાંખી લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરી ઓળવી જઇ ઠગાઇ કરવા અંગેની અનેક ફરિયાદ ઉઠવા પામેલ છે. ત્યારે અમરેલીમાં વધુ એક આધેડ આવી ઠગાઇનો ભોગ બનતાં પોલીસમાં ફરિયાદ નોંધાય છે. અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં આવેલ ગોકુલ ગાર્ડન, શેરી નં.1, માં રહેતાં કમલેશભાઇ હરેશભાઇ વ્યાસ, નામનાં 49 વર્ષીય આધેડ અમરેલીના માણેકપરામાં આવેલ એચ.ડી.એફ.સી. બ્રાંચમાં સેવીંગ એકાઉન્ટ ધરાવતા હોય તેમને બેંક અકાઉન્ટ તથા બેંક અકાઉન્ટ ધરાવતાં કોઈ અજાણ્યો આરોપીએ આધેડના મોબાઇલ ફોનમાં આર.ટી.ઓ. ચલનની ફાસ ફાઇલ મોકલી અને ખોટી ઓળખ ઉભી કરી આધેડનો મોબાઇલ ફોન હેક કરી લઈ આધેડના બેંક અકાઉન્ટમાંથી ગત તા.21/1/26 થી તા.22/1/26 ના આશરે સવારે 10 વાગ્યા દરમ્યાન અલગ અલગ ચાર જેટલાં ટ્રાન્જેક્શન કરી કુલ રકમ રૂપિયા 1,07,000 અજાણ્યા આરોપીએ જુદા જુદા ઞઙઈંથી બેંક અકાઉન્ટ તથા બેંક અકાઉન્ટ મા ટ્રાન્સફર કરી આધેડના પૈસાનું ઓનલાઇન ફ્રોડ કરી ઓળવી જઇ ઠગાઇ કર્યાની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉનામાં ચેક રિટર્ન કેસમાં પતિ-પત્નીને એક-એક વર્ષની સજા
ધંધાકીય લોનની બાકી રકમના ચેક બાઉન્સ થતા કોર્ટે ઠરાવ્યા કસુરવાન ઉના શહેરમાં આવેલી ભારત ક્રેડિટ કો-ઓપરેટિવ... -
સુત્રાપાડામાં સસ્તા અનાજના કાળાબજારનો ભાંડો ફૂટ્યો
મામલતદાર કચેરી સામે રીક્ષા પકડી, મોટો જથ્થો કબ્જે સુત્રાપાડા તાલુકામાં સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને... -
જગતમંદિરે કાળીયા ઠાકોરને નૃસિંહ અવતારનો શૃંગાર કરાયો
દ્વારકાધીશ મંદિરમાં નૃસિંહ જયંતિની ઉજવણી કરાઈ
