મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કથાકાર મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થશે
રાજુલા શહેર મા સમગ્ર વિસ્તાર ને આરોગ્ય વિષયક સેવા નિશુલ્ક ઉપલબ્ધ કરાવવા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા દ્વારા સ્થાપિત અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સંચાલિત શ્રીમહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલા નિશુલ્ક હોસ્પિટલ નુ લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંત મોરારીબાપુ તથા સંતો મહંતો રાજકીય રાજકીય માનુભાવો અને સંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. રાજુલા માં 22 કરોડના ખર્ચે સો ટકા ની ની શુલ્ક હોસ્પિટલ સેવા નુ લોકાર્પણ મોરારીબાપુ ના પાવન હસ્તે તારીખ 13 મી બુધવારે સવારે 11:00 કલાકે યોજાશે. અતિથિ વિશેષ અતિથિ વિશેષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી ભારત સરકાર તથા જગદીશભાઈ પંચાલ અધ્યક્ષ ગુજરાત ભાજપ જીતુભાઈ વાઘાણી કેબિનેટ કૃષિ મંત્રી ગુજરાત રાજ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી ગુજરાત રાજ્ય મનસુખભાઈ પાનસુરીયા આરોગ્ય મંત્રી રાજ્યકક્ષા. કૌશિકભાઈ વેકરીયા ઉર્જા મંત્રી રાજ્ય કક્ષા ગુજરાત રાજ્ય. ત્રીકમભાઈ સાગા મને ટેકનોલોજી શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય નીતિનભાઈ પટેલ માનવીની પૂર્વ ઉપપ્રમુખ મંત્રી ગુજરાત સરકાર. હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા આ દિવ્ય પાવનમાં ઉપસ્થિતિ દિલીપદાસ બાપુ જગન્નાથ મંદિર અમદાવાદ જીણા રામ બાપુ મોંઘી માની જગ્યા સિહોર જીગ્નેશ દાદા રાધે રાધે. ધનસુખ નાથ બાપુ મહાકાળી આશ્રમ ઠવી. નિર્મોહી અખાડા અધ્યક્ષ રાજેન્દ્ર દાસ બાપુ રામપરા વલકુ બાપુ દાનેવ ધામ ચલાળા. મહાદેવ પ્રસાદ દાદા શરદદાદા વ્યાસ ધરમપુર. ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા. શેષનારાયણ ગીરીબાપુ હોડાવાળા માયાભાઈ આહીર લોકસાહિત્યકાર, અને હોસ્પિટલ જમીનના દાતા. અજયભાઈ મહેતા નામાંકિત વ્યવસાય અગ્રણી અનિશ અનિલ કુમાર મહેતા નામાંકિક વ્યવસાય અગ્રણી બીપીનભાઈ લહેરી ઉપસ્થિત રહેશે.આ હોસ્પિટલ રાજુલાના આંગણે રાજુલા અને તેની આસપાસ વિસ્તારના જરૂરિયાત મંદ લોકો માટે તદ્દન નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ના એકમાત્ર ઉદેશ થી નિર્માણ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની બીમારીઓના નિદાન સારવારથી લઈ અંત્ય જટિલ સર્જરીઓ સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે દર્દી નારાયણ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર વિના મૂલ્ય ઓપરેશન સહિત કરવામાં આવશે.માત્ર સારવાર જ નહીં પરંતુ દવાઓ હોસ્પિટલમાં દાખલ થતા જ દર્દીઓ અને તેમની સાથે આવતા ને પણ પૌષ્ટિક આહાર ભોજન પણ તદ્દન નિ શુ:લ્ક પ્રસાદ ભાવથી અર્પણ કરવામાં આવશે.
