ધોરાજીના વોર્ડ નંબર 2ના કુરેશી રોડ પર પાલિકા દ્વારા દુર્ગંધ પાણીનું વિતરણ

વોર્ડ નંબર પાંચમાં અનિયમિત પીવાના પાણીના પ્રશ્ર્નને મહિલાઓનો પાલિકા અને ધારાસભ્યની વિરોધમાં સૂત્રોચાર

ધોરાજી ના બહારપુરા વિસ્તાર વોર્ડ નંબર 2 કુરેશી રોડ પર નગર પાલિકા દ્વારા દુર્ગંધ મારતું પાણી વિતરણ કરાયું ધોરાજીના વોર્ડ નંબર પાંચમાં અનિયમિત પીવાના પાણીના પ્રશ્ન ને મહિલાઓનો નગરપાલિકા અને ધારાસભ્ય વિરોધ માં સૂત્રોચાર કર્યા ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ધોરાજી શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલ કુરેશી રોડ વિસ્તારમાં નગર પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની લાઈનમાં ગંદુ, કાદવ યુક્ત અને ભારે દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પીવાનું પાણી ગંદુ આવતાં સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘરોમાં આવતા પાણીનો રંગ બદલાઈ ગયો છે અને પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. અનેક ઘરોમાં પાણીમાં કચરો અને ગંદકી જેવા અંશો પણ જોવા મળ્યા હોવાનું લોકો કહી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવું પાણી પીવા માટે તો દૂર પરંતુ ઘરગથ્થુ ઉપયોગ માટે પણ યોગ્ય નથી. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે પાણીની જૂની અને બિસ્માર પાઈપલાઈનના કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં મિક્સ થઈ રહ્યું હોવાની શક્યતા છે. અનેક વખત નગર પાલિકા તંત્રને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ ત્યારે ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મળતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. લોકોનું કહેવું છે કે નગર પાલિકાની બેદરકારીના કારણે બહારપુરા વિસ્તારના હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
વિસ્તારના લોકોમાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળાનો ભય વ્યાપી ગયો છે. ડાયરીયા, ટાઈફોઈડ, કમળો, કોલેરા સહિતના ગંભીર રોગો ફાટી નીકળવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે નગર પાલિકા તાત્કાલિક પાણીના સેમ્પલ લઈ તેની તપાસ કરાવે, પાણીની પાઈપલાઈનનું ચેકિંગ કરે અને જ્યાંથી ગંદકી મિક્સ થતી હોય તે લીકેજને તાત્કાલિક બંધ કરવામાં આવે. સાથે જ વિસ્તારના લોકોને ટેન્કર મારફતે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
સ્થાનિક આગેવાનો અને રહીશોએ જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નગર પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
હાલ બહારપુરા કુરેશી રોડ વિસ્તારમાં ગંદા પાણીના મુદ્દે લોકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો તાત્કાલિક ન્યાય અને યોગ્ય કાર્યવાહી ની રાહ જોઈ રહ્યા છે.
ધોરાજીના વોર્ડ નંબર પાંચ એટલે ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે વઘાસીયા ચોરા મોચી બજાર ચામડીયા કુવા ચોક જીન મિલ રોડ પીરખાના કુવા ચોક વિગેરે વિસ્તારમાં છેલ્લા છ થી આઠ દિવસથી પાણી નહીં આવતા મહિલાઓ રસ્તા ઉપર આવી ગઈ હતી અને વાસણો લઈને ધોરાજી નગરપાલિકા અને ધારાસભ્ય વિરોધ માં દેખાવો કરી ભારે સૂત્ર ચાર પોકાર્યા હતા
આ વિસ્તારમાં લોકોએ જણાવેલ કે ધોરાજી નગરપાલિકા ની ચૂંટણી સમયે વચન આપ્યું હતું કે ધોરાજીને એક કાતરા પાણી આપીશું નિયમિત પાણી આપીશું અને શુદ્ધ પાણી આપું છું પરંતુ એક પણ વચન પાડી શકેલ નથી જેથી અમારે ના છૂટકે દેખાવ કરી જન આંદોલન કરવું પડેલ છે

રિલેટેડ ન્યૂઝ