પિતાની હાજરી હોવાથી કોપાર્સનર તરીકે પુત્રને મિલ્કતમાં હક્ક મળે નહીં

વિસાવદર કોર્ટનો નોંધપાત્ર ચુકાદો

વિસાવદર તાલુકા ના ખંભાળિયા (ઓઝત) ગામના રહીશ કાંધાભાઈ (જબ્બરભાઈ) દેવકુંભાઈ ધાધલ સાથે તેઓ ના પત્ની મતી પ્રસન્નબેન કાંધાભાઈ ધાધલ ને અણબનાવ થતા છેલ્લા ઘણા સમય થી પોતાના સગીર પુત્ર ને લઈ પોતાના માવતરે ઝાંઝેસર ગામે રિસામણે ચાલ્યા ગયેલ, અને પોતાના સગીર પુત્ર દિગ્વિજય ને પિતા ની મિલકત (ખેતી ની જમીન) માંથી અલગ હક્ક/હિસ્સો મળે તે માટે સગીર ના વાલી/માતા તરીકે વિસાવદર સિવિલ કોર્ટે માં સિવિલ કેસ નંબર 130/2022 થી દાવો દાખલ કરેલ હતો. જે દાવો નામદાર વિસાવદર કોર્ટે માં ચાલી જતા પ્રતિવાદી કાંધાભાઈ ધાધલ ના એડવોકેટ નિતેશભાઈ દવે દ્વારા સી. પી. સી. કાયદા ની વિવિધ જોગવાઈ અનુસાર વિસ્તૃત પુરાવાઓ અને કાયદાકીય વિસ્તૃત દલીલ રજૂ કરવામાં આવતા સિવિલ જજ બી. એચ. ભટ્ટ દ્વારા વાદી પ્રસન્નબેન મારફત સગીરના માતા દરજ્જે દાખલ કરેલ દાવો નામંજૂર કરવામાં આવેલ..
કોર્ટના દ્વારા ઉચ્ચ અદાલતો ના વિવિધ ચુકાદાઓ ટાંકી વિસ્તૃત હુકમ ફરમાવવામાં આવેલ કે સદરહુ દાવા વાળી મિલ્કત (ખેતીની જમીન) પ્રતિવાદી કાંધાભાઈ ના પિતા ને તેમના પિતા પાસેથી મળેલ હોવાના કારણે આ મિલ્કત વડીલોપાર્જિત બની જતી નથી, અને દાવા વાળી મિલ્કત તેના મૂળ માલિક ભુરાભાઈ માત્રાભાઈ ધાધલ ની સ્વપાર્જિત મિલ્કત હોય જેથી હિંદુ વારસાઈ ધારા ની કલમ 8 ની જોગવાઈ અનુસાર પ્રતિવાદી (પિતા) ની હયાતી માં કોપાર્સનર તરીકે વાદી (પુત્ર) નો હક્ક આ મિલ્કત માં ઉદ્દભવે નહીં માટે વાદી (પુત્ર) તેના પિતા ની હયાતી મા મિલ્કત માંથી પોતાનો અલગ હિસ્સો મેળવવા હક્કદાર નથી તેવો હુકમ ફરમાવેલ છે. આ દાવા માં પ્રતિવાદી ના વકીલ તરીકે નિતેશભાઈ દવે,કેનિલભાઈ પાધરા તથા અનિલાબેન પોંકિયા રોકાયેલ હતા..

રિલેટેડ ન્યૂઝ