ગામની સુરક્ષા માટે રાખેલ 3 કર્મચારીઓને છુટા કરી દેવાતા રાજુલાનાં રામપરા-ર ગામોમાં સિંહોનાં વસવાટથી ફફડાટ

રાત્રિનાં સમયે સિંહો ગામમાં ઘુસીને પશુઓનો અવારનવાર શિકાર કરી રહૃાા છે

રાજુલાનાં રામપરા-ર ગામના સરપંચ એસ.એસ. વાઘે રાજયનાં વનમંત્રી અર્જુન મોઢવાડીયાને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામની અંદર છેલ્લા ર0 દિવસથી 7 થી 8 સિંહોના ટોળા ગામની અંદર આવી ગામમાં રહેતા લોકોની ગાયો, ભેંસોના મારણ કરેલ છે તો અગાઉ ગામની અંદર ફોરેસ્ટ વિભાગ ઘ્વારા 3 ગ્રામ સેવક તરીકે માણસો રાખવામાં આવ્યા હતા તો તેના લીધે ગામની અંદર સિંહો આવી શકતા નહોતા અને આવે તો તેની ખબર રહેતી. એટલે ગામ લોકોને તેની અગાઉ જાણ થઈ જતી હતી. આલ આ ગ્રામ સેવકોને છેલ્લાર0 દિવસથી છુટા કરી દીધા છે, તો તેના કારણે ગામમાં સિંહો આવી જાય છે અને ગામની અંદર ગાયો, ભેંસોનાં મારણ કરી જાય છે તેમજ ગામ લોકોના ઘરોની દિવાલ ઠેકીને ઘરોની અંદર પણ મારણ કરી જાય છે. તો આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ફોરેસ્ટ વિભાગ ઘ્વારા પગલા લેવામાં આવ્યા નથી. તેમજ ગામની અંદર કંપનીની જમીનો પડી છે તેમાં સિંહો વસવાટ કરી રહૃાા છે અને રાત્રિનાં સમયમાં સિંહ ગામની અંદર આવી જાય છે અને આવુ થવાથી ગામમાં રહેવું મુશ્કેલ છે. તો ગામમાં રહેતા લોકોને કોઈ જાનહાની થશે તો જવાબદારી ફોરેસ્ટ વિભાગની રહેશે એટલે એવું ન થાય તો ફોરેસ્ટ વિભાગ ઘ્વારા છુટા કરેલ 3 ગ્રામ સેવકોને પાછાળ લઈ લેવા અને આવું ન થાય તેના માટે યોગ્ય નિર્ણય કરવા માંગ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ