જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં બે સ્થળે વાદળ ફાટ્યા:હાઇવે બંધ

સ્ોંકડો પ્રવાસીઓ ફસાયા: રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સરથલ અને માછીપાલ વિસ્તારોમાં એક જ સમયે બે સ્થળોએ વાદૃળ ફાટવાની ગંભીર ઘટના બની છે. આકાશમાંથી અચાનક ભારે પાણી ખાબકતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રિપોર્ટ મુજબ હાલ અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે, જેમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન પણ ચાલી રહૃાું છે. બીજીતરફ તાત્કાલીક હાઈવે બંધ કરાતા અનેક મુસાફરો પણ અટવાઈ ગયા છે.
પહાડો પરથી ધસી આવેલા કાટમાળ અને પૂરના કારણે ખીણમાં અફરાતફરી મચી ગઈ હતી. રાહતની વાત એ છે કે, આ આપત્તિમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. જોકે, માત્ર ગણતરીની મિનિટોમાં જ આ બે વાદૃળ ફાટવાના કારણે ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા છે.
વાદૃળ ફાટવાથી પહાડો પરથી મોટો કાટમાળ અને કાદૃવ નીચે આવતાં કિશ્તવાડ-ઠઠરી મુખ્ય હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વાહનવ્યવહાર ખોરવાઈ જતાં રસ્તા પરથી પસાર થઈ રહેલા સેંકડો મુસાફરો અને સ્થાનિક લોકો અધવચ્ચે ફસાઈ ગયા છે.

દૃેશના ઘણા ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવીટીના ભાગરૂપ્ો ઉત્તર પ્રદૃેશ, હિમાચલ પ્રદૃેશ મધ્યપ્રદૃેશ, રાજસ્થાન સહિત ૨૩ રાજ્યોમાં વાવાઝોડા સાથે પડેલા વરસાદૃન્ો કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોન્ો થોડી રાહત મળી છે. હિમાચલ પ્રદૃેશના પાટનગર હિલસ્ટેશન સિમલામાં પડી રહેલા વરસાદૃથી બચવા બ્ો મહિલાઓ છત્રીના સહારે રસ્તા પર પસાર થઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ