ત્રણ ગેટેડ યોજનામાં રિપેરીંગની કામગીરી પૂર્ણ
ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમો માં આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને જિલ્લાની ત્રણ ગેટેડ યોજનામાં મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે. કે. કાળાવદરા એ જણાવેલ કે હિરણ ડેમ 1 (કમલેશ્વર) માં 36.90 ટકા, હિરણ ડેમ 2 માં 27.25 ટકા, શિંગોડા ડેમમાં 39.88 ટકા, રાવલ ડેમમાં 69.25 ટકા અને મછુન્દ્રી ડેમમાં 34.61 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જથ્થો છે. આ સિવાય જે હિરણ – 2, શિંગોડા અને રાવલ ડેમ ગેટેડ યોજના હોવાથી આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ યોજનાઓમાં ગેટ ઓપરેશન મત ઓઇલિંગ કામગીરી કરવામાં આવી છે ને ડીઝલનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જ્યારે હિરણ 1 (કમલેશ્વર) અને મછુન્દ્રી યોજનાઓ છે તે દરવાજા વગરની યોજના હોવાથી સંદેશા ની આપલે માટે અહીં વાયરલેસ સેટ અપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
પૂરના પાણી ને પાસ કરવા માટે ડેમના દરવાજા આ ચાર રીતે થાય છે પીજીવીસીએલની હાઈટેન્શન લાઈટ દ્વારા, અમુક કિસ્સામાં દરવાજા ઉપર લાગેલ એન્જિન દ્વારા લાઈટ ન હોય ત્યારે જનરેટર દ્વારા તમામ વસ્તુઓ ન કામ કરે તો હેન્ડલ દ્વારા કરાઈ છે. વેરાવળ સહિત આસપાસના પંથક, સોમનાથ ટ્રસ્ટ તેમજ ઔધોગિક એકમોને હિરણ 2 ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.
આ ઉપરાંત 23 ગામોને સિંચાઈ માટે અને 55 ગામોને પીવા માટે આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને હાલ હિરણ – 2 ડેમમાં લગભગ 27 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
