બરડા ડુંગરના ધામણીનેશમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો : બુટલેગર ફરાર

પોલીસે 2200 લીટર આથો કબ્જે કર્યો

ભાણવડ નજીક બરડા ડુંગરની ગોદમાં ધામણી નેશ પાસેથી ભાણવડ પોલીસે બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે રૂા. 55 હજારની કિંમતનો દારૂ બનાવવાનો બાવીસો લીટર આતો કબ્જે કર્યો છે. જો કે, આરોપી ફરાર થઈ જતાં જેની પોલીસે શોધખોળ કરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દારૂ જેવી બદી સામે જીલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી મીત રૂદલાલને કડક હાથે કામ લેવા સુચના આપી હતી.
જે સુચના અંગે ભાણવડ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી જે દરમિયાન બરડા ડુંગરમાં ધામણી નેશથી દક્ષીણ દીશા તરફ આવેલ ખોડિયાર ઝર પાસે બાવળની જાળમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર પહોંચી તલાસી લીધી હતી. જ્યાંથી પોલીસને રૂા. 55 હજારની કિંમતનો 2200 લીટર કાચો આતો મળી આવ્યો હતો. અને મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગર જીવણ ગલા મોરી ફરાર થતાં તેની શોધખોળ કરી છે.
કાર્યવાહીમાં ભાણવડ પી.આઈ. કે.જે. કરપડા, સ્ટાફના કિશોરસિંહ જાડેજા, લાલભાઈ ખાટલિયા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જીતુભાઈ જામ, નારણભાઈ બેલા, દિવ્યરાજસિંહ જાડેજા સહિત રોકાયા હતાં.

રિલેટેડ ન્યૂઝ