ઉના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખનો પ્રથમ બેઠકમાં જ વહિવટી ચાતુર્યનો શંખનાદ

ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ પારદર્શક સુશાસનનો પ્રારંભ: વિકાસનો રથ યુધ્ધના ધોરણે દોડાવવા હાકલ

ઉના તાલુકા પંચાયતના ગૌરવશાળી સિંહાસન પર શક્તિસ્વરૂપા મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રકાશભાઈ બાંભણીયા બિરાજમાન થતાં જ વહીવટી ક્ષિતિજ પર નવા યુગનો સૂર્યોદય થયો છે. તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં યોજાયેલી પ્રથમ ઐતિહાસિક પરિચય બેઠક માં જ પ્રમુખશ્રીએ લોકકલ્યાણની ભાવના,પ્રશાસ નિક કુશળતા અને માતૃહૃદયની સંવેદનાનો ત્રિવેણી સંગમ રચી દિવ્ય શાસનનો શંખના દકર્યો. સમગ ્રગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ અને તમામ વિભાગીય અધિકારીઓ ની ઉપસ્થિતિમાં તેમણે ગ્રામીણ ભારતના સર્વાંગી નવ નિર્માણ નો અલૌકિક સંકલ્પ જાહેર કર્યો.
બેઠકના પ્રારંભે જ પ્રમુખશ્રીએ પોતાની સિંહગર્જના સમી વાણીમાં તલાટી મંત્રીઓને સ્પષ્ટ અને અડગ આદેશ આપ્યો કે,ગ્રામ્ય વિસ્તારના એક પણ ગરીબ, વૃદ્ધ કે અભણ અરજદારને પોતાના નાના કામ માટે તાલુકા પંચાયત સુધી ધક્કા ખાવા ન પડે. દરેક નાગરિકને ન્યાય અને સુવિધા તેના ગામના ઉંબરે જ મળવી જોઈએ.
આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, બક્ષીપંચના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહિત સરકારી યોજનાઓના લાભોવિના વિલંબે, વિના લાંચે, પારદર્શક રીતે ગ્રામ પંચાયત કક્ષાએથી જ મળે તેવી કડક સૂચના તેમણે આપી.જનતા જનાર્દનની સેવા એ જ પ્રભુ સેવા એ મંત્રને ચરિતાર્થ કરવાનો આદેશ આપી અમલદાર શાહીની શિથિલતાને પડકાર ફેંક્યો.
વિકાસના અશ્વમેઘનો પ્રારંભ જેમ એકેએક યોજનાનો હિસાબ પ્રમુખશ્રીએ સમજ્યો હતો બાંધકામ શાખા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ તેમજ તમામ સરકારી યોજનાઓ સંભાળતા અધિકારીઓ પાસેથી છેલ્લા પાંચ વર્ષની કામગીરીનો વિગતવાર ચિતાર મંગાવ્યો.કઈ ગ્રાન્ટ ક્યાં વપરાઈ, કેટલા કામો પૂર્ણ થયા, કેટલા બાકી છે તેનો બારીકાઈથી હિસાબ લીધો.પંદરમાનાણાંપંચની ગ્રાન્ટ,પંચાયતનુંસ્વભંડોળ,એ ટી વી ટી આયોજન, ધારાસભ્ય ગ્રાન્ટ,સાંસદ નીગ્રાન્ટ અને જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ હેઠળ પીવાનું શુદ્ધ પાણી, 24 કલાક વીજળી, ભૂગર્ભ ગટર, ઘન કચરા વ્યવસ્થાપન, સીસીટીવી સર્વેલન્સ, આધુનિક બાલવાડી કેન્દ્રો, સુસજ્જ પંચાયત ઘર, ઘરે ઘરે નળ કનેક્શન, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ જેવી અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ યુદ્ધના ધોરણે, મિશન મોડમાં શરૂ કરી ઉના તાલુકાના 70ગામો ને આદર્શ ગ્રામ બનાવવાનું દિવ્ય આહ્વાન કર્યું.
નારીશક્તિનો અદ્ભુત સંગમ કઠોરતા અને કરુણા ને જોતા આ પ્રથમ બેઠકમાં જ વૈશાલીબેન બાંભણીયાએ સાબિત કરી દીધું કે નારી શક્તિ જ્યારે શાસનની ધુરા સંભાળે ત્યારે પરિણામ કેવા અલૌકિક આવે છે. એક તરફ તેઓ ભ્રષ્ટાચાર અને કામચોરી સામે વજ્રથી પણ કઠોર બની, તો બીજી તરફ ગરીબ, પીડિત, શોષિત અને અબળા વર્ગ પ્રત્યે માતા જેવી કરુણા દર્શાવી.
તેમણે કહ્યું, મારા દરવાજે આવનાર છેવાડાનો માનવી પણ મારા પરિવારનો સભ્ય છે. તેની આંખમાં આંસુ ન આવવા જોઈએ. સત્તાનો મદ નહીં, સેવાનો ભાવ રાખી ને કામ કરજો.આ શબ્દોએ ઉપસ્થિત સૌ અધિકારીઓ ના હૃદયને ઝંઝોળી નાખ્યા.
માર્ગદર્શનનું દિવ્ય છત્ર અને ટીમવર્કનો સંકલ્પ સાથેઆ ગૌરવવંતી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી કે.પી. ચાવડા, વિસ્તરણ અધિકારી ગઢીયા, દીપેન ગોસ્વામી સહિત બાંધકામ, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ,પશુપાલન જેવા દરેક વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ વૈશાલીબેન તથા તેમના પ્રતિનિધિની પ્રેરક ઉપસ્થિતિમાં સૌએ એકસૂરે સંકલ્પ લીધો કે લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના દિવ્ય માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા પંચાયતનો વહીવટગંગાજળ જેવો સ્વચ્છ, કાચ જેવો પારદર્શક અને પ્રજા કેન્દ્રી બનાવવામાં આવશે.

નવા યુગનો પ્રારંભ, ગામડાં બનશે સ્વર્ગ સમાન
ગ્રામ વિકાસના આ મહાયજ્ઞમાં જ્યારે નારીશક્તિની પવિત્ર આહુતિ પડી છે, ત્યારે ઉના તાલુકાના ગામડાં હવે વિકાસના હિમાલયી શિખરોસર કરશે એ નિશ્ચિત છે. પ્રમુખ ના આ તેજસ્વી નેતૃત્વમાં નાના વર્ગ ખુશહાલ બનશે, બહેનો સ્વાવલંબી બનશે,ગામનું બાળક શિક્ષિત બનશે આ બેઠક એ માત્ર ઔપચારિકતા ન હતી, પરંતુ ગ્રામીણ ઉત્થાનના નવા અધ્યાયનું મંગલાચરણ હતું. વૈશાલીબેનના રૂપમાં ઉના તાલુકાને માત્ર પ્રમુખ નહીં, એક વાત્સલ્યમૂર્તિ મા મળી છે, જેની છત્રછાયામાં સૌનું કલ્યાણ થશે એવી શ્રદ્ધા દરેક ગ્રામજનના હૃદયમાં જાગી છે.

રિલેટેડ ન્યૂઝ