ક્વાર્ટર-૪માં ભારતનો જીડીપી ગ્રોથરેટ ૭.૮ ટકા

મિડલ ઇસ્ટ તનાવ અન્ો ઓઇલ સંકટ વચ્ચે

મંદૃીના ડરથી દૃુનિયા ધ્રુજી રહી છે ત્યારે ભારતીય અર્થતંત્રએ મજબ્ાૂતી બતાવી

જ્યારે આખી દૃુનિયા રશિયા-યુક્રેન કે મિડલ ઈસ્ટના તણાવ, કાચા તેલના ભડકે બળતા ભાવ અને આર્થિક મંદૃીના ડરથી ધ્રૂજી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રે તમામ આશંકાઓને ફગાવીને એક એવી મજબૂતી બતાવી છે, જેણે મોટા-મોટા આર્થિક નિષ્ણાતોને પણ વિચારતા કરી દૃીધા છે.
સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬) ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૭.૮% નોંધાયો છે.
આ આંકડો એટલા માટે આશ્ર્ચર્યજનક છે કારણ કે દૃેશ-વિદૃેશના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આ ક્વાર્ટરમાં આટલા મોટા ઉછાળાની આશા નહોતા રાખતા. મોટા ભાગની રેિંટગ એજન્સીઓ તથા આર્થિક નિષ્ણાતોએ ૭થી ૭.૨ ટકા સુધી જીડીપી વિકાસ દૃર રહેવાની આશા વ્યક્ત કરી હતી. જોકે આ આ તમામ અનુમાન ખોટા સાબિત થયા છે.
ભારતનું આખા નાણાકીય વર્ષ નું પરિણામ પણ ઉત રહૃાું છે. જો સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ ૭.૭% રહૃાો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ ગ્રોથ રેટ ૭.૧% હતો, જે દૃર્શાવે છે કે ભારતની સ્પીડ ઘટી નથી પરંતુ સતત વધી રહી છે. આ આંકડા સાથે જ ભારતે દૃુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. એક તરફ જ્યાં અત્યારના આંકડા ઉત્સાહ વધારે તેવા છે, ત્યાં જ અર્થશાસ્ત્રીઓએ આવનારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેટલીક ચેતવણીઓ પણ આપી છે. ગ્લોબલ માર્કેટની અનિશ્ર્ચિતતા અને નબળી વૈશ્ર્વિક માંગ આગામી સમયમાં ભારતની ગતિ ધીમી કરી શકે છે.ભારત માટે સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ છે કે દૃેશ પોતાની જરૂરિયાતનું ૮૦% કરતા વધુ કાચું તેલ વિદૃેશથી આયાત કરે છે. મિડલ ઈસ્ટમાં ચાલતો તણાવ જો વધે અને સપ્લાય ચેઈન ખોરવાય તો બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને પહોંચી શકે છે. જો આવું થશે તો ભારતની મોંઘવારી, વેપાર ખાધ અને આર્થિક ગ્રોથ પર તેની સીધી અને નકારાત્મક અસર જોવા મળી શકે છે.

રિલેટેડ ન્યૂઝ