સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ તથા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઈન્ડિયા દ્વારા આયોજીત 33 મો જીવનસાથી પસંદગી સંમેલન ગત તા. 31-5-26 ને રવિવારના રોજ વડોદરા મુકામે જે. એમ. પંડયા સંસ્કારધામ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમના અતિથી વિશેષ અને છેલ્લા પાંચ વર્ષથી આ પરિચય સંમેલન કાર્યક્રમોમાં બધા પ્રતિનિધિઓમાં સૌથી વધુ ફોર્મ ભરી દર વર્ષે અગ્રસ્થાને પ્રથમ નંબરે રહેતા પરશુરામ શરાફી સહકારી મંડળી લી. અમરેલીના માનદ મંત્રી અને અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી હસુભાઈ જોષી (હસુદાદા)નું કાર્યક્રમના અધ્યક્ષ શૈલેષભાઈ મહેતા, તથા કીરીટભાઈ જોષી, મુકત્તેશભાઈ ત્રિવેદી દ્વારા પુષ્પગુચ્છ બુકે અને શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું.
આ સન્માનના પ્રતિભાવ આપતા હસુભાઈએ આ સમગ્ર સન્માનનો યશ તેમની પાસે ફોર્મ ભરાવનાર ઉમેદવારોને અર્પણ કરી જણાવ્યું હતુ કે “જો આપ સૌ ઉમેદવારોએ મને મદદ કરી મારી પાસે ફોર્મ ભરાવ્યા તો આ સન્માન મને મળેલ છે. માટે આ સન્માનના સાચા હકકદાર મારા સૌ ઉમેદવારો જ છે. તેથી આ સન્માન હું મારા સૌ ઉમેદવારોને જ અર્પણ કરું છું.” તેમ કહી પોતાની કૃતઘ્નતા વ્યકત કરી હતી. અને ત્યારબાદ સૌ મંચસ્થ મહેમાનોના સન્માન થયા હતા.
આ કાર્યક્રમમાં 1201 યુવક અને 287 યુવતીઓના રજીસ્ટ્રેશન થયેલ હતા દિકરા-દિકરીઓએ સ્ટેજ ઉપર જઈ ક્રમવાર પોતાનો પરિચય અને પર્ફોમન્સ આપેલ હતું. આ કાર્યક્રમમાં અમરેલી બ્રહ્મસમાજના જયોતિન્દ્રભાઈ ત્રિવેદી, અજીતભાઈ પંડયા અને ભરતભાઈ જોષી ઉપસ્થિત રહયા હતા.
