જૂની અદાવતને કારણે બામણાસા ઘેડના 65 વર્ષીય વૃદ્ધ ઉપર આર્મી મેને લોખંડના પાઈપ, છરી વડે હિંસક હુમલો કરી દેતા, ગંભીર રીતે ઇજા ગ્રસ્ત બનેલ વૃદ્ધને જુનાગઢ દવાખાને દાખલ કરેલ છે, જ્યારે હુમલો કરનાર આર્મી મેનને પોલીસે દબોચી લઈ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદના બામણાસા ઘેડ ગામના 62 વર્ષીય દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા કેશોદ કોર્ટમાં મુદતે હાજર રહી, છકડો રિક્ષામાં બેસી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કેશોદ રહેતા અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા આરોપી ઇન્દ્રેશ અર્જનભાઈ વડીયાતરે જોનપુર – જવાહર નગર ગામની વચ્ચે રિક્ષા આડી મોટર સાયકલ ઉભું રાખી, રિક્ષાને રોકી દેવાભાઈને રિક્ષા માંથી બળજબરીપૂર્વક નીચે ખેંચી, લોખંડના પાઇપ તથા લોખંડના સળિયા વડે આડેધડ માર મારી, વૃદ્ધ દેવાભાઈનો આખો પગ ભાંગી, હાથ પગમાં ફેક્ચર કરી દઈ, આરોપી ઇન્દ્રેશ વડીયાતરે છરી કાઢી વૃદ્ધના માથાના ભાગે ઘા ઝીંકી હેમરેજ કરી, ઈજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં ગટરમાં નાખીને ત્યાંથી નાસી છૂટ્યો હતો, બાદમાં દેવાભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ કેશોદ અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ, હુમલાનો ભોગ બનનાર દેવાભાઈ માકડીયા એ એકાદ વર્ષ અગાઉ આરોપી આર્મીમેન ઇન્ટ્રેશ વડીયાતરના પિતા અર્જનભાઈ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ કરી હતી. અને કેશોદ કોર્ટમાં ચાલતા આ કેસ બાબતે સમાધાન કરવા અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીએ દબાણ કરવાના ઇરાદાથી જ આ જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેની વધુ તપાસ પીએસઆઈ જે.આર. વાજા એ હાથ ધરી આરોપીને જેલ હવાલે કરી દીધો છે.
રિલેટેડ ન્યૂઝ
-
વિસાવદર લાયન્સ કલબ દ્વારા લાયન્સ કલબ જેતપુર મેઈનના નવા વરાયેલા હોદ્ેદારોનું સન્માન
તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા લાયન્સ કલબ જેતપુર મેઈનના પ્રેસિડેન્ટ લાયન પ્રકાશ પરમાર ના અધ્યક્ષ સ્થાને... -
ગઢડાના ગોરડકા ગામે યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ
વીજ કંપની પર બેદરકારીનો આક્ષેપ થતા તપાસ શરૂ કરાઈ ગઢડા(સ્વામીના) તાલુકાના ગોરડકા ગામે પોતાના ઘરે વીજ... -
ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત નીપજ્યું
સિંહણ ડેમમાં ડૂબી જતા ભાટીયાના યુવાનનું મોત ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થઈ જતા ભાણવડના કંટોલીયા ગામના...
