ઉપલેટામાં એમ.એસ. એમ.ઈ. માર્ગદર્શિકા સેમિનાર યોજાયો

ઉપલેટામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમ.એસ.એમ.ઈ માર્ગદર્શિકા સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારના એમ.એસ.એમ.ઈ ને વેગ આપવા અહીના સરદાર પટેલ વલ્લભભાઈ ટાઉનહોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ આ સેમિનારમાં માર્ગદર્શન માટે રાજકોટ જિલ્લા ઉધોગમાંથી પારગી, ગૌરવ, નબાડમાંથી ધર્મેન્દ્ર એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માથી પ્રકાશભાઈ ગોહેલ તથા દિલીપભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપલેટા શહેરમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલી વેપારીભાઈઓ ઈન્ડસ્ટ્રીજ માંથી ઉપસ્થિત રહેલા તથા નાના વેપારી રેકડી કેબીન વારાને માર્ગદર્શન આપેલ આ સેમિનારમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડીયા ઉપસ્થિત રહ્યા હતા. એમ.એસ.એમ.ઈ સેમિનારનો વેપારીમિત્રોને ભવિષ્યમાં સારો લાભ મળશે. નાના-મોટા વેપારીઓને એમ.એસ.એમ.ઈ ના લાભાલાભની માહિતી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ