ઉપલેટામાં 600થી વધારે જરૂરિયાતમંદ બાળકોને નિ:શુલ્ક ચોપડા વિતરણ કરાયું

સીટીઝન જીમખાના દ્વારા સેવામયી કાર્યક્રમ યોજાયો

ઉપલેટામાં સેવાભાવી સંસ્થા સીટીઝન જીમખાના દ્વારા દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ દર વર્ષે નાના અને મધ્યમ વર્ગના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે જેને લઇ આ વર્ષે પણ સ્કૂલો ખુલે તે પહેલાં જ સીટીઝન જીમખાના દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્લમ વિસ્તાર અને ઝૂપડપટ્ટી વિસ્તારમાં 600 થી વધારે ચોપડા બાળકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અને અન્ય તમામ જરૂરિયાત મંદ બાળકોને ખુબજ રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ સંસ્થા દર વર્ષે આવા અનેક કાર્યો કરે છે જેમાં ગયા વર્ષે જીમખાના દ્વારા 3000 થી વધુ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા અને અતિવૃષ્ટિ જેવી કૂદરતી આફત વખતે પણ આ સસ્થા દ્વારા અનેક લોકોને અનાજ ની કીટો વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના સેવાભાવી પ્રમુખ અને બિલ્ડર્સ સંજયભાઈ માકડીયા એન પી કાલાવડીયા રમેશભાઈ સુવા અશોકભાઈ ચંદ્રવાડીયા કનુભાઈ કાલાવડીયા સી ડી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ બનાવવા માટે નીતિનભાઈ બારૈયા સહિત સંસ્થાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ