ટ્રસ્ટી મંડળના ઠરાવમાં બનાવટી સહી કરવા મામલે ચાલતો હતો વિવાદ
ધોરાજી શહેરમાં આવેલ કુતુબશાહ દરગાહ ટ્રસ્ટીઓમાં છેલ્લા કેટલાક સમયથી કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. જે સમગ્ર મામલો દોઢ વર્ષ પૂર્વે ટ્રસ્ટી અશરફભાઈ પટ્ટણી અને અન્ય બે ટ્રસ્ટીઓ વિવાદ ને લઈ કુતુબશાહ ટ્રસ્ટ માં બનાવટી સહીઓ અને ઠરાવો મામલે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગર સુધી મામલો પહોંચ્યો હતો. દોઢ વર્ષના કાનૂની દાવપેચ બાદ વકફ ટ્રિબ્યુનલ દ્વારા ફરિયાદી તરફે ચુકાદો આપવામાં આવ્યો હતો.
ફરિયાદી એ વકફ ટ્રિબ્યુનલ સામે રજૂઆત કરેલ કે શબ્બીરભાઈ હાજી ઈસ્માઈલ ભાઈ ગોડિલ તેમજ શાહિદ ભાઈ શબ્બીર ભાઈ ગોડિલ સામે ટ્રસ્ટ માં અને ઠરાવો માં મનમાની કરતા ઉપરાંત ખોટી સહી કરી છેતરપિંડી કરતા હોવાની દાદ માગી હતી.
ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ માં દોઢ વર્ષ કેસ ચાલ્યા બાદ ટ્રિબ્યુનલ એ તેમના ચુકાદા ના હુકમ સુણાવેલ જેમાં ફરિયાદી નો દાવો મંજૂર કરી ગેરકાયદેસર ઠરાવો રદ કરવા, તેમજ શબ્બીરભાઈ હાજી ઈસ્માઈલભાઈ ગોડિલ એ ટ્રસ્ટી મંડળના ઠરાવમાં બનાવટી સહીઓ ઊભી કરી છેતરપિંડી થી પોતાના પુત્ર શાહિદભાઈ ગોડિલ ને ટ્રસ્ટી બનાવેલા હોય જે મામલે સ્થાનિક પોલીસ મથકે દિવસ સાત દરમિયાન ફોજદારી ફરિયાદ નોંધાવવાનો હુકમ બજાવ્યો હતો. તેમજ અપીલ નો ખર્ચ પણ ચૂકવી આપવા ચુકાદો આપ્યો હતો. કુતુબશાહ દરગાહ ટ્રસ્ટનો વિવાદ લાંબા સમય થી ચાલી રહ્યો હતો. જેમાં પોલીસ ફરિયાદ નોંધવાના ટ્રિબ્યુનલ ના હુકમ ને લઈ સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે ચર્ચા ઉઠી રહી છે. ટ્રસ્ટમાં ગેરરીતિ આચરતા લોકો સામે કડક કાર્યવાહીના દાખલારૂપ ચુકાદા ને ફરિયાદી ટ્રસ્ટીઓએ આવકાર્યો હતો.
