ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો કલ્યાણપુરનો આરોપી ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા રમેશ કરસનભાઈ પરમાર નામના શખ્સ સામે વર્ષ 2023 ના સમયગાળા દરમિયાન જામનગરની કોર્ટમાં નેગોસેબલ ઈસ્ટુમેન્ટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેને અનુલક્ષીને અદાલતે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા 17 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આરોપી રમેશ પરમાર છેલ્લા ઘણા સમયથી સજાના વોરંટની બજવણીથી બચવા માટે નાસતો ફરતો હોય, જેને ઝડપી લેવા માટે કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ પી.એસ.આઈ. કે.પી. ઝાલાની ટીમના હેડ કોન્સ્ટેબલ રણમલભાઈ પરમાર તથા દિલીપભાઈ બાવળીયાની બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ