ડોળાસામાંથી પસાર થતા રોડની મરામત શરૂ વાહન ચાલકોને ખાડારાજમાંથી મુક્તિ મળશે


કોડીનાર તાલુકાના ડોળાસા ગામ માંથી પસાર થતો હાઇવે રોડ બિસ્માર અવસ્થામાં મુકાયો હતો. આ અહેવાલો અખબારો માં પ્રસિદ્ધ થયાં હતા. તે અનુસંધાને રોડ અને બિલ્ડીંગ વિભાગ કોડીનાર દ્વારા મારમત કાર્ય કરતા લોકો મા આનંદ ની લાગણી છવાઈ છે. ડોળાસા ગામે બાય પાસ બન્યા બાદ ગામ માંથી પસાર થતા રોડ બિસ્માર સ્થિતિ મા મુકાયો હતો. ડોળાસા ગામ માંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન હતા. અખબારો એ વાહન ચાલકો ની પરેશાની ને વાચા આપી હતી. કોડીનાર ખાતે ની માર્ગ અને પેટા વિભાગ કચેરી દ્વારા તુરત ડામર પેચ નું કામ શરુ કરી પ્રશંશનીય કાર્ય કરી લોકો અને વાહન ચાલકો ની સમસ્યા હાલ તુરત દુર કરી છે.

રિલેટેડ ન્યૂઝ