બાબરાના લાલકા ગામે જમીન દબાણ મુદ્દે અરજી કર્યાની શંકાથી મારામારી

બે લોકોને જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ

બાબરા તાલુકા ના લાલકા ગામે સરકારી જમીન માં દબાણ મુદ્દે થયેલી અરજી ની શંકા થી મારામારી નો બનાવ બન્યા ની ફરીયાદ નોંધાણી છે વિગત મુજબ લાલકા રહેતા ખોડુભાઇ બચુભાઇ ગીડા દ્વારા પોલીસ માં જણાવ્યા મુજબ માત્રાભાઈ દેહાભાઈ ગીડા રહે લાલકા તા.બાબરા દ્વારા લાલકા ગામે સરકારી જમીન માં દબાણ કરેલું હોઈ જે મુદ્દે બાબરા તાલુકા પંચાયત માં વલકુભાઇ વાસકુરભાઇ ખાચર રહે. કારીયાણી તા.જી.બોટાદ દ્વારા અરજી કરવા માં આવેલી છે આ અરજી ખોડુભાઈ બચુભાઈ ગીડા ના કહેવાથી કર્યા ની શંકા રાખી (1) કુલદિપભાઈ માત્રાભાઈ ગીડા
(2) માત્રાભાઈ દેહાભાઈ ગીડા (3)દિલીપભાઈ ભગુભાઈ ખાચર રહે.તમામ લાલકા તા બાબરા દ્વારા જેમ ફાવે તેમ ખરાબ શબ્દોમાં ગાળો આપી,
ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેમજ સાથે રહેલા યુવરાજભાઇ ને પણ લોખંડના પાઇપ લઇ માર મારવા દોડી તેમજ બિભત્સ શબ્દોમાં ગાળો આપી, લાફા મારી મુંઢ ઇજા કરી, જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે પોલીસ માં ફરિયાદ કરી છે.

રિલેટેડ ન્યૂઝ