ઉનામાં મોંઘવારી, નીટ પેપર લીક અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સુત્રોચ્ચાર: પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાનીમાં પ્રાંત દ્વારા રાજયપાલને આવેદન

ઉના-ગીરગઢડા તાલુકા અને ઉના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારી ગઊઊઝ પેપર લીક કૌભાંડ અને ભયાવહ બેરોજગારી મુદ્દે રાજ્યપાલને સંબોધીને પ્રાંત અધિકારી મારફતઆવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.પેટ્રોલ-ડીઝલ, કઙૠ સિલિન્ડર અને રાસાયણિક ખાતરના ભાવ તાત્કાલિક ઘટાડવા,ગઊઊઝ પેપરલીકની નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને સજા કરવા તથા ખાલી જગ્યાઓ પર ત્વરિત ભરતી કરી યુવાનોને રોજગારી આપવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્ય અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પ્રાંત કચેરી ખાતે એકત્ર થયા હતા.સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યા બાદ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આ રેલી પહેલાં કોંગ્રેસ કાર્યકરો સંગઠન ના હોદેદારો સહિત મોટીસંખ્યામાં સર્કીટ હાઉસ ખાતે મીટીંગ યોજી વર્તમાન સરકાર ની ખેડૂતો બેરોજગાર અને મોંધવારી વિશે નિતિરીતી ની ઝાટકણી કાઢી હતી અને સામાન્ય પ્રજાજનો ને પડતી મુશ્કેલી અંગે જાગૃત થઈ ને અવાજ ઉઠાવવા આહન કર્યું હતું આ તકે સરકાર દ્વારા ચાલતી વસ્તી ગણતરી મા ઓ બી સી સમાજનીગણના નો ઓકસન નહીં હોવાથીઆવનારાદીવસોમાઓબીસી બહુમતી સમાજ ની સ્થિતિ અંગે પણ છણાવટ કરી હતી
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ અને રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારા થી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો તેમજ ખેડૂતો ની હાલત દયનીય બની છે.ખેતી ખર્ચ આસમાને પહોંચતા જગતનો તાત દેવાદાર બની રહ્યો છે.જીવનજરૂરીચીજ વસ્તુઓ મોંઘીદાટ બનતા ગરીબનું ગુજરાનમુશ્કેલબન્યું છે. કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો કે ગઊઊઝ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાના વારંવાર પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓના સપનાં ચકનાચૂર થઈ રહ્યા છે.આ સમગ્ર કૌભાંડની સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ નિષ્પક્ષતપાસ થાય,સંડોવાયેલા તમામ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

રોજગારીનો ગંભીર મુદો ઉઠાવાયો
આવેદનમાં બેરોજગારીનો ગંભીર મુદ્દો પણ ઉઠાવાયો હતો.સરકારી વિભાગોમાં લાખો જગ્યાઓ ખાલી પડી હોવા છતાં ભરતી પ્રક્રિયા કાચબાની ગતિએ ચાલી રહી છે. શિક્ષિત યુવાનો રોજગારી માટે દર-દર ભટકી રહ્યા છે.સરકાર તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ પર પારદર્શક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી યુવાનોને નોકરીની તક ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરાઈ છે
આ કાર્યક્રમમાંઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ સોલંકી,ગીર ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ભેસાણીયા,ઉના શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તળાવિયા,કાનજીભાઈ સાંખટ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.આવેદનપત્ર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર જનતાના આપ્રાણપ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ