ભાજપે યુવા સંગઠનને મજબૂત બનાવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મજબૂત યુવા સંગઠન માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ શીર્ષ નેતૃત્વ દ્વારા ચર્ચા-વિચારણા બાદ જિલ્લાના તમામ આઠ મંડળના યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેરના વડપણ હેઠળ આગામી ટર્મના ખંભાળિયા શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રશાંતભાઈ નકુમ અને મહામંત્રી તરીકે અક્ષયસિંહ ચુડાસમા તથા નિશીતભાઈ કાનાણી, ખંભાળિયા તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે ભરતભાઈ ડેર અને મહામંત્રી તરીકે વત્સલભાઈ રાઠોડ તથા પ્રતિપાલસિંહ જાડેજા, સલાયા શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે વિશાલભાઈ લાલ અને મહામંત્રી તરીકે અનિલભાઈ રાઠોડ તથા અતુલભાઈ મોદી, ભાણવડ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રાજુભાઈ કરમુર અને મહામંત્રી તરીકે હાર્દિકભાઈ નકુમ તથા સાગરભાઈ કનારા, કલ્યાણપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે દર્શનભાઈ કણજારીયા અને મહામંત્રી તરીકે ઋતુરાજસિંહ જાડેજા તથા રવિભાઈ નંદાણીયા, દ્વારકા તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે થારીયાભા માણેક અને મહામંત્રી તરીકે લાલભાઈ નાગેશ તથા મુરુભા માણેક, દ્વારકા શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે અરવિંદભાઈ નકુમ અને મહામંત્રી તરીકે માર્મિક જાખરીયા તથા પારસભાઈ વાયડા તેમજ ઓખા શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે હર્ષ કિશોરભાઈ મજીઠીયા અને મહામંત્રી તરીકે કલરવ વિઠલાણી તથા વિશાલ માણેકની નિયુક્તિ કરવામાં આવી છે.
